નેપો કિડ્ઝ એકબીજાને મદદ કરે છે, આઉટસાઈડર્સ તેવું નથી કરતાઃ તાપસી
મુંબઈ, તાપસીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતે આઉટસાઇડર હોવાનું હંમેશા ગૌરવ અનુભવ્યું છે. તાજેતરમાં જ તેણે ‘આઉટસાઇડર ફિલ્મ્સ’ નામનું એક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ ખુલાસો કર્યાે છે કે બોલિવૂડનાં કહેવાતાં નેપો કિડ્ઝ પાસેથી તેણે એક મહત્વની વાત શીખી છે.
તાપસીએ કહ્યું, “ઘણા બધાં લોકોથી મારો મત અલગ હોઈ શકે. જેના માતા-પિતા, બાઈ બહેન કે કોઈ પણ અન્ય સંબંધી ઇન્ડસ્ટ્રીમાં હોય, તો કહેવાતા નેપોટીઝમવાળા લોકો, અથવા તો નેપોટીઝમના કારણે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી શકેલા લોકો, તેમનામાંથી હું જો એક બાબત શીખી હોય તો એ છે કે, તેઓ હંમેશા હળી-મળીને રહે છે, એકબીજાને હંમેશા મદદ કરે છે અને ટેકો આપે છે.
જે આપણા જેવા ઘણા લોકો, જે બહારથી આવ્યા છે, તે આ લોકો જેટલું કરી શકતાં નથી.” “આપણે હંમેશા સંઘર્ષ કરીએ, પડકારોનો સામનો કરીએ અને એકબીજાથી આગળ નીકળવાની હોડમાં રહીએ છીએ.
આપણે એકબીજાનું માન જાળવીએ, અમે એકબીજાની ફિલ્મ જોઇને એકબીજાને મેસેજ કરીશું. પણ એ લોકો ફિલ્મ સારી હોય કે ખરાબ, એકબીજાની સાથે ઊભા રહેશે, એ વાઇબ આપણા બહારના લોકો કરતાં નેપો કિડ્ઝમાં વધારે છે. તેનાથી ક્યારેક આપણને ઇનસિક્યોરિટી થઈ આવે.
કારણ કે આપણો માઇન્ડસેટ જ હરિફાઇનો થઈ ગયો છે. તેથી હું તો તેમની પ્રસંશક છું, એમનામાં એવો ગુણ છે, જે આપણા બહારના લોકોમાં નથી.” તાજેતરમાં તાપસી પન્નુની ‘ફિર આયી હસીન દિલરૂબા’ અને ‘ખેલ ખેલ મેં’ રિલીઝ થઈ છે. હવે તેની ‘વો લડકી હૈ કહાં’ ફિલ્મ આવશે. તેમજ તાપસી ‘બ્લર’ અને ‘ધક ધક’ બે ફિલ્મો તેના પ્રોડક્શન હાઉસમાં પ્રોડ્યુસ કરી છે.SS1MS