Western Times News

Gujarati News

નારણપુરા રૂ. 23 કરોડનો ખર્ચે નવી પાણીની ટાંકી બનાવાશે

પ્રતિકાત્મક

નારણપુરામાં રી-ડેવલપમેન્ટને ધ્યાનમાં લઈ પાણીની નવી ટાંકી બનાવવામાં આવશે

50 હજાર લોકોને લાભ મળશે    

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના નારણપુરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીઓના રી ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અપગ્રેડ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેને ધ્યાનમાં લઈ અહીં અંદાજે 50 હજાર નાગરિકો ને લાભ મળે તે રીતે પાણીની નવી ટાંકી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પશ્ચિમઝોનના નારણપુરા વોર્ડમાં વિવેકાનંદ સર્કલ થી એઈસી બ્રીજ થઈ એઈસી ચાર રસ્તા થી ભૂયંગદેવ ચાર રસ્તાથી વિવેકાનંદ સર્કલ વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિસ્તાર આવ્યો હતો. જેમાં ટી.પી. સ્કીમ અમલમાં મુકી વિકાસ પરવાની આપવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં વર્ટીકલ ડેવલપમેન્ટ ચાલુ થયું છે. તથા જુની હાઉસિંગ બોર્ડની જુની સોસાયટીઓની જગ્યાએ રી-ડેવલપમેન્ટની કામગીરી પણ ચાલું છે.

તેથી થનાર વિકાસને ધ્યાનમાં લઈ વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવું જરૂરી છે. આ વિસ્તારમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા માટે વોર્ડમાં યોજાયેલ વોર્ડ કમિટિની બેઠકમાં તથા ધારાસભ્ય (નારણપુરા વિધાનસભા) દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે. નારણપુરા વિસ્તારમાં નવી બનતી સ્કીમોમાં હાલમાં ખાનગી બોરવેલ દ્વારા પાણી મેળવવામાં આવે છે.

આ વિસ્તાર ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોનમાં આવતો હોઈ તેમાં મળતી એફએસઆઇના લીધે ખૂબ જ વર્ટીકલ ડેવલપમેન્ટ થઈ રહયુ છે.તેથી  નારણપુરા વોર્ડમાં વિવેકાનંદ સર્કલ થી એઈસી બ્રીજ થઈ એઈસી ચાર રસ્તા થી ભૂયંગદેવ ચાર રસ્તાથી વિવેકાનંદ સર્કલ વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અંતિમ ખંડ નં.૬૧૦/૧ માં  ભૂગર્ભ ટાંકી બનાવવાનું આયોજન છે.

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ નારણપુરા માં ૬૬.૩૦ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી, કમ્પાઉન્ડ વોલનું સીવીલ કામ કરવામાં આવશે. તેમજ

જરૂરીયાત મુજબ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવાની કામગીરી, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સરફેસ વોટર વિવેકાનંદ સર્કલ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હયાત ૪૫૦ મીમી વ્યાસની લાઇનમાં જોડાણ કરી મેળવવામાં આવશે.જેના માટે અંદાજે રૂા.23 કરોડનો ખર્ચ થશે.

આ કામનો જીડબલ્યુએસએસબી એસઓઆર ૨૦૨૨-૨૩, આર. એન્ડ બી.એસઓઆર ૨૦૨૩-૨૪ અને વોટર પ્રોજેકટ એસ.ઓ.આર. ૨૦૧૬ ના ભાવ આધારીત અને નોન એસ.ઓ.આર. આઈટમોનું રેઈટ એનાલીસીસ કરી અને ડી.આઈ. પાઈપના મટીરીયલ્સના ભાવ સેન્ટ્રલ સ્ટોર્સ સરક્યુલર-૮ ના ભાવ આધારીત ગણતરી કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.