Western Times News

Gujarati News

ઉદેપુરમાં દિવ્યાંગજનો માટે 35મો સમૂહ લગ્નસમારંભ યોજાશે

એનએસએસ 35મા સમૂહ લગ્નસમારંભ યોજીને દહેજપ્રથાને જાકારો આપવાનું અભિયાન આગળ વધારશે

ઉદેપુર, 24 ડિસેમ્બર, 2020:નારાયણ સેવા સંસ્થાન દિવ્યાંગજનોને સમાજમાં સમાવવા અને સામાજિક રીતે સ્વીકાર્ય બનવામાં સક્ષમ બનાવવા મદદ કરવા માટે જાણીતી સંસ્થા છે. નારાયણ સેવા સંસ્થાન સમાજના નબળાં વર્ગો માટે કામ કરે છે. સંસ્થા પોતાની માલિકીની હોસ્પિટલમાં દિવ્યાંગજનો માટે સર્જરી કરે છે.

આ વર્ષે નારાયણ સેવા સંસ્થાન રાજસ્થાનના ઉદેપુરમાં દિવ્યાંગજનો અને વંચિત યુગલો માટે એનો 35મો સમૂહ લગ્નસમારંભ યોજાશે. આ સમારંભ એના 18 વર્ષથી ચાલતા અભિયાન ‘દહેજને જાકારો આપો’ હેઠળ યોજાશે. કોવિડ-19ને કારણે સમારંભમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત રહેશે અને દંપતિઓના લગ્ન દરમિયાન તેમના નિકટનાં સગાસંબંધીઓ અને શુભેચ્છકો જ ઉપસ્થિત રહેશે.નારાયણ સેવા સંસ્થાન 35 અને સામુહિક લગ્ન સમારોહ 27 ડિસેમ્બરના ઉદયપુરમાં સ્થિત થયેલ છે.

એનએસએસએ ‘દહેજને જાકારો આપો’ અભિયાન વંચિતત અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નસમારંભો યોજીને સમાજમાં દહેજપ્રથા સામે એક લડત શરૂ કરી હતી. નવદંપતિઓ માટે નવી શરૂઆત સ્વરૂપે એનએસએસ લગ્નગ્રંથિથી જોડાનારા દરેક દંપતિઓને કન્યાદાન સ્વરૂપે ઘરગથ્થું ઉપકરણો અને ભેટસોગાદો આપશે.

નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત અગ્રવાલે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરતાં કહ્યું હતું કે, “કોઈ પણ પરંપરા કે કોઈ પણ સંસ્કૃતિમાં દરેક વ્યક્તિ માટે લગ્ન એક અતિ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે. સમૂહલગ્નની અમારી પહેલ અમારા માટે સીમાચિહ્નરૂપ છે,

જેને છેલ્લાં 18 વર્ષથી સફળતા મળી છે, જેમાં અમે વંચિત અને દિવ્યાંગજનોને તેમના જીવનસાથી શોધવા અને નવું જીવન શરૂ કરવામાં ટેકો આપીએ છીએ. એનએસએસમાં અમારું માનવું છે કે, દરેક વ્યક્તિને સન્માન અને સમાનતા સાથે શ્રેષ્ઠ જીવન જીવવાનો અધિકાર છે. સમૂહલગ્ન વંચિતત અને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને ઉજ્જવળ બનાવવાની અને એમને રાજી કરવાનું એક માધ્યમ છે.”

શ્રી અગ્રવાલે ઉમેર્યું હતું કે, “દંપતિઓને સામાજિક અને આર્થિક રીતે નવેસરથી જીવન શરૂ કરવા અમે તેમને સમૂહ લગ્નસમારંભો ઉપરાંત નિઃશુલ્ક કરેક્ટિવ સર્જરીઓ, કૌશલ્ય વિકાસના વર્ગો, તેમની પ્રતિભાને ખીલવવા વિવિધ પ્રવૃત્તિઓ ઓફર કરીએ છીએ.”

રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત અને અન્ય કેટલાંક રાજ્યોના દંપતિઓએ તેમના લગ્નમાં મદદ કરવા એનએસએસનો સંપર્ક કર્યો હતો.

કોવિડ-19 દરમિયાન એનએસએસએ જરૂરિયાતમંદોને મદદ કરવા અનેક અભિયાન હાથ ધર્યા હતા, જેમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને માસ્કનું વિતરણ કરવા માટે કેમ્પનું આયોજન, કૃત્રિમ અંગોનું વિતરણ, અનાજનું વિતરણ, પીપીઇ કિટ્સનું વિતરણ અને અંગોનું માવ લેવા માટે કેમ્પનું આયોજન સામેલ છે. વળી સંસ્થાએ કટોકટીના સમયમાં સીએમ કેર ફંડમાં દાન પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.