નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી મનોવૈજ્ઞાનિક રાજધર્મ અદા કરવામાં ભૂમિકા અદભુત રહી છે?!
ભારતીય રાજનીતિમાં ભાજપને ‘રાજધર્મ’ની રાજનીતિથી સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર અટલ બિહારી બાજપાઈ હતા જ્યારે વિકાસની રાજનીતિથી મનોવૈજ્ઞાનિક રાજધર્મ અદા કરવામાં નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા અદભુત રહી છે?!
તસવીર ભારતની સંસદની છે અને બીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ભારત આઝાદ થયું ત્યારથી આજ દિન સુધી દેશનું ન્યાયતંત્ર પોતાનો ‘ન્યાયધર્મ’ અદા કરવામાં પાછું પડ્યું નથી અને આતંકવાદીઓને કે ગુનેગારોને સજા કરવામાં અને સરકારે કરેલા સાચા ખોટા કેસોમાં નિર્દોષ ઠરાવવામાં ન્યાયતંત્ર એ ક્યારેય પીછેહટ કરી નથી! કે પછી કોઈપણ રાજકીય પક્ષનું શાસન કેમ ના હોય?!
પરંતુ દેશના સંસદ સભ્યોની નીચે જતી ગુણવત્તાની અસર દેશની રાજનીતિ પર થઈ રહી છે! હવે મતદારો જાે લોકશાહી, માનવતા અને નેતિકતાથી વિમુક્ત થઈ જશે તો દેશનું ‘આધ્યાત્મિક’ પતન થશે ન્યાયતંત્રને ન્યાયાધીશોએ બચાવી છે પણ સંસદમાં કોઈ ગુનેગારના ચૂંટાઈ જાય એ પ્રજાએ જાેવાનું છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
“સજ્જનોની મહાનતા તેઓના અંતઃકરણમાં હોય છે લોકોની પ્રશંસામાં નહીં”!! – થોમસ કિમ્પિસ
થોમસ કીમ્પીસે સે કહયું છે કે “સજ્જનોની મહાનતા તેઓના અંતઃકરણમાં હોય છે, લોકોની પ્રશંસામાં નહીં “!! જ્યારે બેયાર્ડ ટેલરે કહ્યું છે કે “તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા તમે સમાજને જે આપો ચારિત્ર જે પરથી તમે આ સમજાે એ પરથી જ જીવનની શરૂઆત કરી છે એમ માનજાે”!!
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના ભીષ્મપિતા અને સંવેદનશીલ હૃદય ધરાવતા નેતા શ્રી અટલ બિહારી ભાજપે ૧૯૯૬ થી ૧૯૯૮ સુધી પક્ષને મજબૂત કરવા ભારે કમર કસી અને લોકસભાની ચૂંટણીમાં ૧૯૯૮માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો! એટલું જ નહિ ૧૮ પક્ષોના ગઠબંધન સાથે દેશનું સુકાન સાંભળ્યું તેઓ લોકશાહીવાદી, માનવતાવાદી અને મુસદ્દી રાજનીતિજ્ઞ હતા પરંતુ સત્તા માટે રાજનૈતિક સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરનારા નેતા હોઈ વિરોધ પક્ષો પણ તેમની પ્રશંસા કરતા હતા!
અટલ બિહારી બાજપાઈ ઉદારમતવાદી પ્રગતિશીલ અને સક્ષમ નેતા હોય એમણે દેશના વડાપ્રધાન તરીકે મહત્વપૂર્ણ પડકાર ઝીલવામાં સફળ રહ્યા હતા!
ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ એ સરસ કહ્યું છે કે “સરકાર ગમે તેની હોય સરખી જ લેવાની સત્તા સૌને ભ્રષ્ટ બનાવી દે છે આ બધાથી ક્યારે હું એટલો અકળાઈ ઉઠ્યો છું કે બધું છોડીને જતા રહેવાનું મન થાય છે”!! આજે શ્રી અટલ બિહારી બાજપાઈ આપણી વચ્ચે નથી
પણ તેમના આ ઐતિહાસિક શબ્દો નજર અંદાજ કરી શકાય તેમ નથી ૧૯૯૮ માં પોખરણ ખાતે બીજાે પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ કરી વિશ્વને ચોકાવી દીધુ હતુ ૧૯૯૮ માં ભારતે મેં ૧૧ થી ૧૩ વચ્ચે પાંચ વાર પરમાણુ પરીક્ષણ કર્યા દુનિયાના શક્તિશાળી દેશો સમક્ષ પોતાની ઉપસ્થિતિ સિદ્ધ કરી ૨૦૦૯માં શ્રી બાજપાઈએ પડોશી દેશ પાકિસ્તાન સાથે ભાવનાત્મક સંબંધો ઉજાગર કરવા અમૃતસર થી લાહોર બસ સેવા શરૂ કરી
તેની વિશ્વકક્ષાએ વિધ્યાત્મક નોંધ લેવાઈ ૧૯૯૯ માં પાકિસ્તાન સાથે થયેલા કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજયનું એલાન કરીને આખરે સફળ થયા હતા ૧૯૯૯ ના ૨૪ ડિસેમ્બરે ઇન્ડિયન એરલાઇન્સ ના ફ્લાઈટ નંબર ૮૧૪ નું આતંકવાદી સંગઠનને અપહરણ કર્યું હતું જેમાં ૨૭ પ્રવાસીઓ ઘાયલ થયા હતા
અને કુલ ૧૭૮ પ્રવાસીઓ હતા સાત દિવસ ચાલેલી આ કવાયત બાદ ભારત સરકારે પ્રવાસીઓના જીવ બચાવવા મુસ્તાક અહેમદ, મોહમ્મદ ઉંમર શહીદ શેખ અને મોલાના મસૂદ અજહરને છોડી દેતાઆ મુદ્દાનો અંત આવ્યો હતો ભારતના રાષ્ટ્રધ્વજ ની ગરિમા જાળવવામાં આ માનવતા હોવાથી સંવેદનશીલ નેતા ઇતિહાસના પાને અને લોકોના હૃદયમાં અમર રહેશે!
ગુજરાતના મુખ્યમંત્રી પદ થી દિલ્હીના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય સંમોહન શક્તિથી પ્રજાને વશ કરીને ભ્રષ્ટાચાર, બેકારી, મોંઘવારી નો વિકાસ સામે ટક્કર લેવામાં કામયાબ થશે ?!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે “મને રાષ્ટ્ર માટે મરી છુટવાની તક નથી મળી પરંતુ રાષ્ટ્ર માટે જીવવાની તક અવશ્ય મળી છે”!! આર.એસ.એસ જેવા સંઘની સંસ્થામાં સંચાલક રહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચારધારા આધારિત સંઘના ઊંચા હોદ્દા પર જવાને બદલે તેઓ ગુજરાતના રાજકારણમાં પડીને
મુખ્યમંત્રી પદ થી દેશના વડાપ્રધાન પદ ઉપર પહોંચીને દેશ માટે જીવવાની તક જરૂર ઝડપી લીધી છે!! અને સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની સલામતી માટે જે સુરક્ષા વ્યવસ્થા સર્જી છે અને સતત તેનું મૂલ્યાંકન કરીને પોતાનું ‘સુરક્ષાચક્ર’ એવું ગોઠવ્યું છે કે તેમને મારવાની તક કોઈને ન મળે!!
શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રજાની મનોવિજ્ઞાનિક પારખીને સમય સાથે ભાષણ કરે છે લોકોને દુખતી નસ દબાવીને વળતો રાજકીય પ્રહાર કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં વિરોધ પક્ષો સફળ થાય કે પ્રજા સત્ય સમજે ત્યાં સુધીનો ચૂંટણી પતી જાય છે!! નરેન્દ્રભાઈ પાસે ‘જીતેલા ને હરાવવા’ની આવડત છે!
‘માતાના હાથમાંથી કોઈ બાળક છીનવી જાય અને માતા જાેતી રહી જાય’ એવો ઘાટ થાય છે!! તેમ છતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજનીતિ એ એક મનોવૈજ્ઞાનિક રણનીતિ રહી છે વિકાસની રાજનીતિ રહી છે વિશ્વના રાજકારણમાં ‘સમતુલા’ ની રાજનીતિ રહી છે જેથી અનેક પડકાર વચ્ચે દેશને ટકાવી રાખ્યો છે!!
પરંતુ ૨૦૨૨ ની ચૂંટણી અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં વિકાસ સાથે જે પાછલે બારણેથી મોંઘવારી નો વિકાસ થયો છે ભ્રષ્ટાચારો વિકાસ થયો છે, બેરોજગારીનો વિકાસ થયો છે, ગરીબાઈનો વિકાસ થયો છે અને વિશ્વના રાજકારણમાં દાબ જૂથ ની રાજનીતિ વક્રી છે જે શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે મોટો પડકાર છે!