નરેન્દ્ર મોદીનો આ ફિલ્મોમાં રહ્યો છે સૌથી મોટો રોલ
મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ૨૦૧૪થી પીએમ તરીકે દેશ પર શાસન કરી રહેલા નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે પોતાનો ૭૩મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે.
મોદીએ અત્યાર સુધી આવા અનેક ર્નિણયો લીધા છે જે ઐતિહાસિક છે. પીએમના વ્યક્તિત્વે માત્ર રાજકારણીઓ જ નહીં, અભિનેતાઓને પણ પ્રભાવિત કર્યા છે.
નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર અમે તમને એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે મોદીનું પાત્ર ભજવીને બધાને ચોંકાવી દીધા છે.
આ યાદીમાં વિવેક ઓબેરોયથી લઈને રજત કપૂરનો સમાવેશ થાય છે. કેટલીક ફિલ્મોમાં તેમની એક નાની ઝલક જાેવા મળે છે અને કેટલીક ફિલ્મ માત્ર નરેન્દ્ર મોદીને સમર્પિત છે.
પીઢ અભિનેતા વિવેક ઓબેરોયની એક્ટિંગ પર શંકા કરી શકાય નહીં. દરેક પાત્રમાં જીવ આપનાર વિવેકે પીએમ મોદી ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કર્યો છે. ફિલ્મ નિર્દેશક ઉમંગ કુમારે પણ પીએમ મોદીના જીવન પર આધારિત આ ફિલ્મનું નામ પીએમ મોદી રાખ્યું છે, જેનાથી તેને એક અલગ ઓળખ મળી છે.
મોદીના રોલમાં વિવેક ઓબેરોયે પાત્રને જીવંત કર્યું છે. આ ફિલ્મમાં મોદીના બાળપણથી લઈને મોદી બનવા સુધીની સફર એવી રીતે ફિલ્માવવામાં આવી છે કે દર્શકો પણ મોદીની રીલ અને રિયલ લાઈફ કેરેક્ટર વચ્ચે કન્ફ્યુઝ થઈ ગયા.
તમે બધાએ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક તો જાેઈ જ હશે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને પોતાની જાેરદાર કમાણીથી બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં જાેવા મળ્યો હતો, તો પીએમના રોલમાં અભિનેતા રજત કપૂરે એવી વાહવાહી લૂંટી છે કે બધા જાેતા જ રહી ગયા.
બટાલિયન ૬૦૯ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ દિગ્દર્શક બ્રિજેશ બટુકનાથ ત્રિપાઠી દ્વારા બનાવવામાં આવી હતી અને કેકે શુક્લાએ પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પીએમએ ઐતિહાસિક ર્નિણયો લઈને બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મમાં કેકે શુક્લાના પાત્રના ખૂબ વખાણ થયા હતા.
ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યા છે. અભિનેતાઓ તેમના વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા કે તેઓએ તેમના જીવન પર ફિલ્મ બનાવી. આમાંથી એક ફિલ્મ નમો સૌને ગમો છે, જેમાં મોદીની બાળપણથી લઈને મુખ્યમંત્રી બનવા સુધીની સફરને વિગતવાર દર્શાવવામાં આવી છે.
આ એક ગુજરાતી ફિલ્મ છે જેમાં નરેન્દ્ર મોદીનું પાત્ર લાલજી દેવરીયાએ ભજવ્યું છે. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીને પીએમ નહીં પણ સીએમના રોલમાં બતાવવામાં આવ્યા છે, જે ખૂબ જ રસપ્રદ છે.SS1MS