Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીને પાપુઆ ન્યુ ગિનીનું સર્વોચ્ચ સન્માન “કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ” થી નવાજવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાપુઆ ન્યુ ગિનીનું સર્વોચ્ચ સન્માન; વડાપ્રધાન મારાપેએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા 

PM મોદીએ વ્યક્ત કર્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાપુઆ ન્યુ ગીની દ્વારા ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ’ સન્માનથી નવાજવામાં આવ્યા છે. તે પાપુઆ ન્યુ ગિનીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. દેશના નાગરિકો સિવાય આ સન્માન બહુ ઓછા લોકોને મળ્યું છે. Narendra Modi’s Papua New Guinea visit

પાપુઆ ન્યુ ગિની પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગવર્નર જનરલ સર બોબ ડેડે દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પેસિફિક ટાપુઓની એકતા અને તેમના હિતોનું નેતૃત્વ કરવા બદલ આપવામાં આવ્યું છે.
આ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમનો આભાર વ્યક્ત કર્યો છે.વડા પ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું, “પાપુઆ ન્યુ ગિનીએ મને કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુનો એવોર્ડ આપીને હું અભિભૂત છું. આ એવોર્ડ આપવા બદલ ગવર્નર જનરલ સર બોબ ડેડનો આભાર. આ ભારત માટે એક મહત્વપૂર્ણ માન્યતા છે અને આપણા લોકોની સિદ્ધિ છે.

આ પહેલા ફિજીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.