Western Times News

Gujarati News

Bharuch Fair Price Shop Associationના પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ પરમારની વરણી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા પંડિત દિનદયાલ ભંડાર (સસ્તા અનાજના દુકાનદારો)ની મીટીંગનું આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જીલ્લાના ભરૂચ,અંકલેશ્વર, નેત્રંગ,વાગરા, આમોદ, જંબુસર,હાંસોટ,વાલિયા તેમજ ઝઘડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં આગામી ટર્મ માટે એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.બેઠકમાં ભરૂચ જીલ્લાના દુકાનદારોને મુંઝવતા પ્રશ્નોની ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.જીલ્લા સ્તરની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.

જેમાં જીલ્લાના પ્રમુખ તરીકે ઝઘડિયા તાલુકાના સંગઠનના હાલના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગરાના મુનાફભાઈ તેમજ મહામંત્રી તરીકે ભારસીગભાઈ વસાવાની નિમણુંક કરવામાં આવી હતી.

જીલ્લાના તમામ તાલુકાઓના હોદ્દેદારોને કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.તો ખજાનચી તરીકે અંકલેશ્વરના સુભાષભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.આગામી ૧૫ દિવસોમાં જ દુકાનદારોના મુંઝવતા પ્રશ્નોની લેખિતમાં આવેદન આપીને રજુઆત કરવામાં આવશે તેમજ બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.