Western Times News

Gujarati News

અમારે ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છેઃ મેં પહેલેથી ગિફ્ટ તૈયાર કરી દીધી હતીઃ મોદી

મહિલા અનામતનું સપનું સાકાર થયુંઃ નરેન્દ્ર મોદી-નારી શક્તિ વંદન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા

વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે એરપોર્ટ ઉપર તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા જ તેઓ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ હાજર હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આખરે મહિલા અનામતનું સાકાર થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતંુ કે, માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટી સૌભાગ્ય શું હોય, અહીંયા આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જાેડાયેલા કાર્યક્રમમાં હાજર હતો, આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જાેવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી દીકરાને મોકલ્યો તે દીકરાએ કામ કર્યું,


આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જાેયું હતું, આજે તે સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશની જેમ તમે રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મે પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહી.

નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોની સપનાના પુર થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છાઓ આપૂ છું, બહેન, દીકરીઓ તમે જાણો છો આઝાદી પછી નારી શક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે તેનાથી શું આશા રાખી શકો.

પીએમ મોદીએ વધુમાં જણાવતા કહ્યું કે, દેશ આ રીતેજ વિકાસ ના કરી શકતો, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાના બનાવવામાં આવતા હતા, ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યા, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થર પર બહેન દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું, મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું, દલિત અને આદિવાસી સમાજને પણ અમે પદ આપ્યું છે.

ગુજરાતમાં અને જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા બાદ વિકાસ કલ્યાણ વિભાગના રચના કરી, ડેરી ક્ષેત્રમાં ૩૫ લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે,

ગુજરાતમાં ૨.૫ લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ માટે કામ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા કહ્યું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારા કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે, ટ્રીપલ તલાક, ૩૭૦ અને હવે અનામત ત્રણેય ર્નિણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃત કાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે કમિટમેંટ પૂરું થયું છે.

સીઆર પાટીલે તમામ બહેનોને વંદન કરી સભાને સંબોધતા કહ્યું, દેશમાં મોટી સંખ્યામાં બહેનો છે, બહેનો સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે, અનેક વખત મહિલા અનામત બિલ લાવીને તેનું અપમાન કર્યું છે. આજે બધો અન્યાય દૂર થયો છે. મોદી સાહેબની નીતિ અને નિયત છે બહેનોને લાભ મળવો જાેઈએ. દેશની બહેનોને અધિકાર મળે તે માટે મોદીએ પ્રયત્ન કર્યા,

દરેક પાર્ટીના સાંસદોએ મોદીને સમર્થન આપવું પડ્યું, સમર્થન ન આપે તો બહેનોની નજરમાં ગુનેગાર બની જાય, બહેનોને અધિકાર આપવાનું કામ મોદી સાહેબે કર્યું છે, આપ સૌ અભિનંદન આપવા આવ્યા છો, કાર્યક્રમ પછી પહેલી વખત મોદી અમદાવાદમાં પ્રવાસે છે, બહેનો પર વિશ્વાસ છે કે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે.

નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. પીએમ મોદી એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતું. સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમની સાથે જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.