આરડેકતા કોલેજમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) આરડેકતા કોલેજ નવી મેત્રાલ ખાતે પ્રાંત કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. ખેડબ્રહ્ આર્ડેકતા કાલેજ નવી મેત્રાલ ખાતે નારિશક્તિ વંદના પ્રોગ્રામ માનનીય રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ખેડબ્રહ્મા વિધાનસભા સીટ ના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સાબરકાંઠા જિલ્લાના
ભાજપા ના ઉપપ્રમુખ મુળજીભાઈ પટેલ મહામંત્રી લુકેશભાઈ ગમાર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સોમજીભાઈ ખેર દંડક અમૃતલાલ પટેલ લીનાબેન ગામેતી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લાઆદિજાતિ મોરચાના પ્રમુખ પાંડોર ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ સોલંકી વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દીપકભાઈ નિનામા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો
અને નગરપાલિકાના પૂર્વ સભ્યો અને અધિક કલેક્ટર પ્રોજેક્ટ એડમિનિસ્ટર વી.આર. સક્સેના પ્રાંત અધિકારી એન. ડી .પટેલ મામલતદાર એન.ટી .પરમાર ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી ત્રણેય તાલુકા પંચાયતના ટીડીઓ મિશન મંગલમ સખી મંડળના સૌ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો કાર્યક્રમનો શુભારંભ સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો
પ્રસંગ ને અનુરૂપ પૂર્વ ધારાસભ્ય કોટવાલ પ્રવચન કર્યું હતું જણાવ્યું હતું કે મહિલાઓ ને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા અનેક યોજનાઓ આમલી બનાવાઈ છે જેમાં હાલમાં દેશમાં ૧ કરોડ સ્વ સહાય જૂથો માં ૧૧ કરોડથી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે જે દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ . આ મહિલાઓ ઘરે બેઠા ઘર પરીવાર સાચવવાની સાથે સાથે આર્થિક સધ્ધર બની રહી છે.
વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી ભારતની દરેક મહિલાઓને આત્મનિર્ભર બને તે માટે સ્વ સહાય જૂથ માટે બેંક લોન, સ્ટાર્ટ અપ ફંડ, રિવોલ્વીગ ફંડ, કેશ ક્રેડિટ, કૌશલ્ય વર્ધન તાલીમ તેમજ ઉત્પાદિત માલ મહિલાઓના સન્માન માટે કહ્યું હતું કે યત્ર નારી પૂજ્ય તે તત્ર દેવતા પ્રસન્ના. આ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા પોતાના સંબોધનના જણાવ્યું હતું કે મહિલાઓ માટે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કર્યું છે તે ન ભૂતો ન ભવિષ્યતી.
આ પ્રસંગે સહાય જૂથોની મહિલાઓને વિવિધ યોજનાઓમાં લાભોનું વિતરણ કરાયું હતું સાથે ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજન તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના લાભાર્થીઓને સાબરકાંઠામાં ચાર વિધાન સભામાં આ કાર્યર્ક્મ યોજાયો
જેમાં (૧) હિંમતનગર (૨) ઇડર, વડાલી –ઇડર ખાતે (૩)પ્રાંતિજ, તલોદ-પ્રાંતિજ અને (૪) ખેડબ્રહ્મા ,પોશીના અને વિજયનગરનો ખેડબ્રહ્મા ખાતે મહાનુભવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના યોજાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના કુલ ૫૮૭ સ્વ સહાય જુથોને ૧૦૩૪.૨૩ લાખની સહાય ચુકવાઇ હતી.