નારી શિક્ત વંદન અધિનિયમ સંસદમાં પાસ

નવી દિલ્હી, મહિલા આરક્ષણ બિલ પાસ થયા બાદ વડાપ્રધાન મોદીએ મહિલા સાંસદો સાથે ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન સાંસદોએ બિલ પાસ થવા પર ઉજવણી કરી હતી અને મીઠાઈઓ વહેંચી હતી. ઘણી મહિલા સભ્યોએ બિલ પાસ કરાવવામાં પીએમ મોદીના નિર્ણાયક નેતૃત્વ માટે તેમની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એ જાેઈને આનંદ થાય છે કે પરિવર્તનના પ્રણેતાઓ એ જ કાયદાની ઉજવણી કરવા માટે એકસાથે આવી રહ્યા છે જેને તેમણે સમર્થન આપ્યું છે.નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, ભારત આપણી નારી શક્તિ સાથે ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભાવિની ટોચ પર ઊભું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ સંસદમાં આ બિલ પાસ થવાને દેશની લોકતાંત્રિક યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત છે. મોદીએ કહ્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ નિર્ણાયક ક્ષણ છે. ૧૪૦ કરોડ ભારતીયોને અભિનંદન. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની તાકાત, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.SS1MS