નર્મદા ડેમ છલોછલ થવામાં થોડા જ સેન્ટિમીટર બાકી

નર્મદા, ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮ મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરવવામાં માત્ર ૬૮ સેન્ટિમીટર જ બાકી છે.
નર્મદા ડેમની મહત્ત્મ સપાટી ૧૩૮.૬૮મીટર છે. હાલમાં ડેમમાં ૧,૨૬,૫૧૯ ક્યુસેક પાણીની આવક થઈ છે. આ સાથે બે દરવાજા મારફતે ૫૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં કુલ ૧,૨૬,૫૧૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે ૨ દરવાજામાંથી ૫૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
આ સાથે જ રિવરબેડ પાવરહાઉસ ૪૨,૭૬૬ ક્યુસેક તથા કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૧૭,૪૧૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ ૬૫,૧૮૦ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આગામી થોડા કલાકોમાં જ ડેમ સંપૂર્ણ ભરાઈને તેની મહત્તમ સપાટી વટાવી શકે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરવા કેવડિયા આવે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૩૨૪૩૭૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૭.૧૦% છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪૭૬૨૩૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૫.૩૨% છે.
હાલમાં રાજ્યમાં ૧૧૭ જળાશય હાઇ એલર્ટ ૫ર, ૧૬ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૭ જળાશય વોર્નીગ ઉ૫ર છે. કૃષિ વિભાગના અધિકારીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા.૧૨ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૪,૧૬,૭૯૫ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૨,૮૩,૦૧૦ હેક્ટર વાવેતર થયું હતુ.SS1MS