Western Times News

Gujarati News

ગુજરાતના આ મતદાન કેન્દ્ર પર માત્ર ૪૮ મતદારો વોટ આપવા ગયાઃ ૧૨.૬૬ ટકા મતદાન

પ્રથમ તબક્કાના મતદાનમાં ૮૨.૭૧ ટકા મતદાન સાથે દેડીયાપાડા બેઠક રાજ્યભરમાં મોખરે

નાંદોદમાં ૭૪.૩૬ ટકા નોંધાયેલું મતદાન-નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે સરેરાશ ૭૮.૪૨ ટકા મતદાન

વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે  સૌરાષ્ટ્ર, કચ્છ  અને દક્ષિણ ગુજરાત  19 જિલ્લામાં ફેલાયેલી 89 બેઠક પહેલી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું, આ મતદાન તબક્કા માટેની 89 બેઠકો માટે 25 હજાર 430 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા. એક બેઠક પર અંદાજીત 2 લાખથી 3 લાખ મતદારો હોય છે. મતદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લગભગ 250 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવે છે.

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ વખતે 4.90 કરોડ મતદારો નોંધાયા છે. નર્મદા જિલ્લાની કુલ બે બેઠકો કે જેમાં નાંદોદ અને ડેડિયાપાડા માટે 624 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.

દેડીયાપાડાના ૧૪-મોહબુડી-૨ કેન્દ્રમાં સૌથી વધુ ૯૯.૦૧ ટકા -નાંદોદમાં સૌથી વધુ ૨૧૩-મોજી કેન્દ્ર ખાતે ૯૪.૯૮ ટકા અને ૨૪૨-એકતાનગર-૩ કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૪૦.૭૦ ટકા મતદાન

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પ્રથમ ચરણમાં યોજાયેલા મતદાનમાં જિલ્લાની ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તાર સૌથી વધુ ૮૨.૭૧ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યો છે. જ્યારે ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ૭૪.૩૬ ટકા મતદાન નોંધાવા પામ્યું છે.

જિલ્લામાં આ બંને બેઠકોમાં યોજાયેલા મતદાનમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નં-૧૪ મોહબુડી-૨ કેન્દ્ર ખાતે સૌથી વધુ ૯૯.૦૧ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૧૫૩ પુરૂષ અને ૧૪૬ મહિલા મતદારો સહિત કુલ- ૨૯૯ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે મતદાન મથક નં-૬ પાનખલા કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૧૨.૬૬ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૩૨ પુરૂષ અને ૧૬ મહિલા મતદારો સહિત કુલ-૪૮ મતદારોએ મતદાન કર્યું હતું.

તેવી જ રીતે ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નં-૨૧૩ મોજી ખાતે સૌથી વધુ ૯૪.૯૮ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૨૭૨ પુરૂષ અને ૨૪૬ મહિલા મતદારો સહિત કુલ- ૫૧૮ મતદારોએ મતદાન કર્યુ છે. જ્યારે મતદાન મથક નં-૨૪૨ એકતાનગર-૩ કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૪૦.૭૦ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૮૭ પુરૂષ અને ૬૪ મહિલા મતદારો સહિત કુલ ૧૫૧ મતદારોએ મતદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.