ઝઘડિયા તાલુકામાં નર્મદા જયંતિની ઉત્સાહભર વાતાવરણમાં ઉજવણી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.નર્મદા કિનારે વસેલા તમામ ગામોમાં, મંદિરોમાં,આશ્રમમાં નર્મદા ઘાટ ઉપર સવારથી જ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.નર્મદા પૂજન,સામૂહિક આરતી ઉપરાંત મોડી સાંજે નર્મદા ના પવિત્ર જળમાં દીવડા તરતા મૂકી પૂજન કર્યું હતું.નર્મદાના એક કિનારાથી સામે કિનારા સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.
મેકલ પર્વત ઉપર ધ્યાન પણ બેસેલા મહાદેવ શિવ શંભુના શરીર ઉપરથી પણસેવા સ્વરૂપે નીકળી પૃથ્વીને પવિત્ર કરતી અને જેના દર્શન માત્રથી મનુષ્યને તમામ પાપો માંથી મુક્તિ મળે તેવી પુણ્ય? સલીલામાં નર્મદાજીના પ્રાગટ્ય દિનની ઝઘડિયા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.ઝઘડિયા મઢી કિનારે તેમજ નર્મદા કિનારે વસેલા જુનાપોરા ભાલોદ અશા સાશ્વત મારૂતિ ધામ કૃષ્ણપરી ગામે માતાજીની પૂજા કરવામાં આવી હતી.નર્મદા નદી કિનારે આવેલા માતાજીના મંદિરે મંત્રોચ્ચાર દ્વારા હોમાષ્ટક યજ્ઞ કરવામાં આવ્યો હતો.
સાથે સાથે ઝઘડિયા મઢી ઘાટ ખાતે પરંપરાગત રીતે નર્મદાના ભાવિક ભક્તો માટે ભંડારાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર શ્રદ્ધાળુએ પ્રસાદીનો લાભ લીધો હતો.ઝઘડિયા નર્મદા કાંઠાથી સામે શુકલતીર્થ ઘાટ સુધી માતાજીને ચૂંટણી અર્પણ કરવામાં આવી હતી.જેમાં ૨૧ થી વધુ નાવિકોએ સહયોગ કરી ચૂંદડી અર્પણની વિધિ પૂર્ણ કરી હતી.