નરોડામાં અગમ્ય કારણોસર વ્યક્તિએ બીજે માળેથી પડતું મુકયુ
(પ્રતિનિધિ) અમદાવાદ : નરોડા વિસ્તારમાં (Naroda, Ahmedabad, Gujarat) કન્સ્ટ્રકશન સાઈટ Constuction Site સંભાળતા એક યુવાને મોડી રાત્રે બીજે માળથી કુદીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મોહનભાઈ દુધાભાઈ નીનામા Mohanbhai Dudhabhai Ninama છેલ્લા વીસ વર્ષથી કન્સ્ટ્રકશન સાઈટ સંભાળવાની નોકરી કરતા હતા હાલમાં તેમની નોકરી સમૃદ્ધિ બીઝનેશ બી બ્લોક હંસપુરા રેસીડેન્સી (Samruddhi Business, B Block, hanspura residency, Naroda) સામે નરોડા ખાતે હતી ગતરાત્રે જમી પરવારીને પરીવાર સાથે સુઈ ગયા હતા
જાકે મોડી રાત્રે તેમના પત્ની વનીબેનની (Vaniben Mohanbhai Ninama) આંખ ખુલતા તેમને મોહનભાઈ જાવા મળ્યા નહતા જેના કારણે તેમણે મોહનભાઈના બનેવી જે પણ ત્યાં જ સુતા હતા તેમને જગાડતા છગનલાલ ગરાસીયા સાળાની શોધમાં લાગ્યા હતા. છેવટે તેમને એ અને બી બ્લોક વચ્ચે મોહનભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો તેમના માથા તથા નાકમાંથી લોહી નીકળતુ હતું આ ઘટનાને પગલે બિલ્ડરને જાણ કરાયા બાદ પોલીસને બોલાવતા નરોડા પોલીસે તમામ લોકોના નિવેદનો લીધા હતા અને મોહનભાઈએ કયા કારણે આત્મહત્યા કરી એ દિશામાં તપાસ હાથ ધરી છે.