નરોડા GIDCમાં દારૂનું ગોડાઉન ઝડપાયુંઃ PI સસ્પેન્ડ
નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નરોડા જીઆઈડીસીમાંથી દારૂનું ગોડાઉન પકડાયું છે. જેમાં દારૂનો જથ્થો મંગાવનાર સહિત ૪ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ પીઆઈ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ છે.
નરોડામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદના નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઇને સસ્પેન્ડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે નરોડા જીઆઈડીસીમાં નમકીનનો ધંધો કરવાના બહાને બે બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતા. તેમાં રૂપિયા ૨૩ હજારના ભાડે રાખેલા ગોડાઉનમાં બુટલેગરો નમકીનના પેકેટની આડમાં છુપાવીને દારૂની બોટલો રાખતા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે નરોડા જીઆઈડીસીમાં સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-૮માં નમકીનની આડમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ૧૪.૬૫ લાખની કિંમતની ૨,૩૨૬ દારૂની બોટલો ઝડપી પાડી હતી. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.