Western Times News

Gujarati News

નારોલમાંથી DySP તરીકે રોફ મારતો ટપોરી ઝડપાયો

ગાડી પર પોલીસ લાઈટ અને પોલીસ સિમ્બોલ લગાવ્યા હતા

નારોલ-લાંભા ટ‹નગ નજીક પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે

અમદાવાદ,પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને લાંભા જવાના રસ્તા નજીક એક ગાડી ઊભેલી મળી હતી. પોલીસ લાઈટવાળું ખાનગી વાહન દેખાતા નારોલ પોલીસને શંકા થઇ હતી. તપાસ કરતા ગાડી આગળના કાચ પર લાઈટો લગાડવામાં આવી હતી તથા નંબર પ્લેટ પર પોલીસને સિમ્બોલ લગાવ્યા હતા. ગાડીમાંથી યુવકને ઉતારીને તેની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે લોકોમાં ડર અને ધાક જમાવવા પોલીસ બનીને ફરતો હતો. આ મામલે નારોલ પોલીસે વિરાજ મેઘા નામના યુવકની ધરપકડ કરી છે.

વટવા કેનાલ રોડ નજીક વિનાયક રેસિડન્સીમાં રહેતા વિરાજ નીતિનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો હતો. નારોલ પોલીસે લાંભા ટ‹નગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. પોલીસને તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી હતી. નકલી ડીવાયએસપીના રોફ જમાવતા ટપોરી યુવકે ગાડીના આગળના કાચના ભાગે પોલીસની લાઈટ લગાડેલી હતી. નારોલ પોલીસે પૂછપરછ કરતા તેણે પોતે પોલીસમાં હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસેથી કોઈ આધાર-પૂરાવા મળી આવ્યા ન હતા. ત્યારબાદ અસલી પોલીસે નકલીને સબક શીખવાડ્યો અને ગુનો નોંધીને ગાડી કોના નામે છે અને તે સિવાયની અન્ય વિગતો તપાસવાની શરૂઆત કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.