Western Times News

Gujarati News

નરોલીમાં માછીમાર યુવકની થયેલી હત્યાનો ખૂલ્યો ભેદ!

માતા અને પ્રેમીને રંગરલિયા મનાવતા જાેઇ જતા પુત્રની હત્યા -સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં રાકેશ હળપતિની હત્યાના મામલામાં ૨ આરોપીની ધરપકડ

સેલવાસ ,  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં થોડા દિવસ અગાઉ સાસરે આવેલા એક યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. આ ચકચારિત ઘટનાના ગણતરીના સમયમાં જ દાદરા નગર હવેલી પોલીસે આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને ધરપકડ કરવામાં સફળતા મળી છે. જાેકે, પોલીસની તપાસમાં યુવકની હત્યાનું જે કારણ અને જે હત્યારો હાથ લાગ્યો છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીના બ્રાહ્મણ ફળિયામાં ગઈ ૧૯ તારીખે એક યુવકની કરપીણ હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. દાદરાના રહેવાસી રાકેશ હળપતિ નામનો ૩૦ વર્ષીય યુવક નરોલીમાં પોતાના સાસરે ગયો હતો. રાકેશ સાસરે ગયો તેના બીજા જ દિવસે નરોલીના બ્રાહ્મણ ફળિયામાં રહેતી તેની માસીના ઘર નજીક એક બંધ મકાનમાંથી રાકેશનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સેલવાસ પોલીસ તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક રાકેશ હળપતિ મૂળ દાદરાનો રહેવાસી છે. જે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને માછીમારી માટે સિઝનમાં નોકરી પર જાય તે પહેલા તે તેના સાસરે આવ્યો હતો.

એ દરમિયાન રાકેશ તેના માસી પણ નરોલીમાં જ બ્રાહ્મણ ફળિયામાં રહેતા હોવાથી તે રાત્રે માસીના ઘરે રોકાયો હતો.
આ દરમિયાન સુરેશ હળપતિ નામના તેના માસા રાકેશને દારૂની પાર્ટીના બહાને એક જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં મૃતક રાકેશ હળપત્તિ અને તેના માસા સુરેશ હળપતિ બંને વચ્ચે દારૂ પીતા પીતા કોઈ ગંભીર વાતને લઈને ઝઘડો થયો હતો.

આવેશમાં આવી અને મૃતક રાકેશના માસા સુરેશે તેના અન્ય એક રવીન્દ્ર હળપતિ નામના મિત્ર સાથે મળી અને રાકેશને તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી અને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના મૃતદેહને ઘરની બાજુમાં આવેલી જગ્યાએ ફેંકી અને કાંઈ જ ન બન્યું હોય તેવી રીતે તે ઘરે પહોંચી ગયો હતો.

કેસની તપાસ કરતી દાદરા નગર હવેલી પોલીસ પાસે શરૂઆતમાં કોઈ સબૂત હતું નહીં. પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા પ્રથમ શકની દ્રષ્ટિએ જ મૃતક રાકેશના માસા સુરેશ હળપતિ પર ગઈ હતી. આથી પોલીસે તેના માસાની અટકાયત કરી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા માસાએ પોતે જ તેના ભાણેજ રાકેશની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

આથી પોલીસે હત્યાનું કારણ જાણવા પૂછપરછ કરતા જે હકીકત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે મૃતક રાકેશની માતાનું આરોપી સુરેશ હળપતિ એટલે કે મૃતકના માસા સાથે આડા સંબંધ હતા. દસ દિવસ અગાઉ આરોપી સુરેશ હળપતિ મૃતક રાકેશના ઘરે દાદરા ગયો હતો.

જ્યાં આરોપી સુરેશ હળપતિ અને તેની માતાને રંગરેલીયા મનાવતા મૃતક રાકેશ હળપતિ જાેઈ ગયો હતો. આથી સુરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાેકે જે તે વખતે રાકેશે કોઈ બબાલ કરી ન હતી પરંતુ માછીમારી કરવા જતા પહેલા દર વખતની જેમ આ વખતે પણ રાકેશ પોતાના સસરા અને માસીના ત્યાં નરોલી આવ્યો હતો.

આથી આરોપી સુરેશને લાગ્યું કે, તેની માતા સાથેના આડા સંબંધની વાત રાકેશ તેની માસી એટલે આરોપી સુરેશની પત્નીને જણાવી દેશે. જાે આવું થશે તો, પરિવારમાં બબાલ થશે આવું માનીને માસા સુરેશ ભાણેજ રાકેશને તે રાત્રે ખાવા પીવાની પાર્ટી કરવાના બહાને લઈ ગયો હતો. જ્યાં દારૂ પીવડાવી અને તેના એક મિત્ર રવિન્દ્ર હળપતિ સાથે મળી અને સુરેશ હળપતિએ ભાણેજ રાકેશનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ચકાવનારો ખુલાસો થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.