NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક
વોશિંગટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નાસા (NASA) દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય છે અને બાઇડન પ્રશાસન અંતર્ગત એજન્સીમાં પરિવર્તન સંબંધી કાર્યોને જોઈ રહ્યાં છે.
અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAએ એક નિવેદનમાં કહ્યું કે, ભવ્યા લાલની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજી વ્યાપક અનુભવ છે. ભવ્યા લાલ સ્પેસ ટેકનોલોજી અને નીતી સમુદાયની સભ્ય પણ છે. ભવ્યા લાલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં 2005થી 2020 સુધી રિસર્ચ સ્ટાફ તરીકે કામ કર્યું છે.
ભવ્યા લાલ સ્પેસ ટેક્નોલોજી અને પોલિસી કોમ્યુનિટીનાં એક્ટિવ સભ્ય છે. તેઓએ નેશનલ એકેડમી ઓફ સાયન્સની પેનલોની અધ્યક્ષ કે સહ અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ભવ્યા લાલ આ પહેલા વિજ્ઞાન અને ટેક્નોલોજી રિસર્ચ અને કન્સ્લટની ફર્મ C-STPS LLCના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.