Western Times News

Gujarati News

150 ફૂટનો એસ્ટરોઈડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે, નાસાએ ચેતવણી આપી

(એજન્સી) વૉશિગ્ટન, પૃથ્વીની પાસે આવનાર એસ્ટેરોઈડ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું સૌથી મોટુ કારણ છે પૃથ્વીની સાથેે અથડાવવાની સંભાવના અને તેના કારણે માનવ જીવન પર પડતી ભારે તબાહીનું અનુમાન, હાલમાં જ નેશનલ અરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની જેટ પ્રોપેરેશન લેબોરેટરીએ જણાવ્યુ હતુ કે પૃથ્વીનો સામનો આવનાર દિવસોમાં એક એસ્ટેરોઈડ સાથે ખુબ જ નજીકથી થશે. #NASA issues warning as aeroplane-sized asteroid approaching Earth

નાસાએે જણાવ્યુ હતુ કે પાંચ એસ્ટેરોઈડ આપણા ગ્રહ સાથેે સંપર્કમાં આવશે અને બે તો પૃથ્વીની સૌથી નજીક પહોંચી રહ્યા છે. નાસાએ એસ્ટેરોઈડ વૉચ ડેસબોર્ડ ખાસ તે એસ્ટેરોઈલડ અને ધુમકેતુઓને ટ્રેક કરે છે. જે પૃથ્વીની સાવ નજીક પહોંચી જાય છે. અથવા તો પહોંચવાની સંભાવના હોય છે.

તેના માધ્યમથી જ નાસા કોઈપણ સંભવિત ખતરનાક એસ્ટેરોઈડ વિશે અગ્રીમ સુચતા આપે છે. એસ્ટેરેોઈડ ર૦ર૩ એફયુ-૬ એક નાનો ૪પ ફૂટનો એસ્ટેરોઈડ પૃથ્વીના પોતાના નિકટ બીંદુ ૧,૮૭,૦,૦૦૦ કી.મી.ની દૂરી પર આવી રહ્યો છે. એસ્ટેરોઈડ ર૦ર૩ એફએસ૧૧૮ર ફૂટનો એસ્ટેરોઈડ ૬૬૧૦,૦૦૦ કી.મી.ના અંતરથી પૃથ્વીની પાસેથી પસાર થશે.

 

એસ્ટેરોઈડ ર૦ર૩ (એફ૭ એક એરોપ્લેનના આકારનો ૯ર ફૂટનો એસ્ટેરોઈડ આજે ૪ એપ્રિલ ર,ર,પ૦,૦૦૦ કી.મી.ની દૂરી પર પૃથ્વીની નજીક પહોંચશે. એસ્ટેેરોઈડ ર૦ર૩ એફક્યુ ૭પ એપ્રિલે, ૬પ ફૂટના ઘરનો આકારનાો એક એસ્ટેરોઈડ પ,૭પ૦,૦૦૦ કી.મી.ની દૂરી પર પૃથ્વીની સૌથી નજીક પહોંચશે.

એસ્ટેરોઈડ ર૦ર૩એફઝેડ ૩ પૃથ્વીની તરફ આવી રહેલા એસ્ટેરોઈડમાં આ સૌથી મોટો છે. તેનો આકાર એક પ્લેન બરાબર છે. તેની ૬ એપ્રિલેે પૃથવીની પાસેથીપસાર થવાની આશા છે. ૧પ૦ ફૂટ લાંબી ચટ્ટાન જે ૬૭,૬પ૬ કી.મી પ્રતિ કલાકની રફતારથી પૃથ્વીની તરફ આવી રહી છે. પૃથ્વીના સૌથી નજીક ૪,૧૯,૦૦૦૦ કી.મી.ની દૂર પર હશે. જાે કે એસ્ટેેરોઈડ પૃથવી માટે સંભવિત ગંભીર ખતરો પેદા નથી કરી રહ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.