Western Times News

Gujarati News

ધ કેરલા સ્ટોરીની સક્સેસને નસીરુદ્દીને ગણાવ્યો ડેંજરસ ટ્રેન્ડ

મુંબઈ, બોક્સ ઓફિસ પર સ્મોલ બજેટ ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ ધૂમ મચાવી છે. ફિલ્મ ચોથા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે, અત્યાર સુધી કેરલા સ્ટોરીએ ૨૨૮ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ પર ક્લેક્શન કરી દીધુ છે. જ્યારે મોટા સ્ટાર્સની ફિલ્મો ૧૦૦ કરોડ સુધી પણ પહોંચી નથી. Naseeruddin called the success of The Kerala Story a dangerous trend

ત્યારે બોલિવુડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહે કેરલા સ્ટોરીની સક્સેસને ડ્રેજરસ ટ્રેંડ ગણાવ્યો છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા નસરુદ્દીન શાહે કહ્યું, ભીડ, અફવાહ, ફરાઝ જેવી સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધરાશાયી થઈ ગઈ છે. આ ફિલ્મ જાેવા લોકો થિયેટર ન ગયા, પરંતુ લોકો ધ કેરલા સ્ટોરી જેવા થિયેટર ગયા.

મેં આ ફિલ્મ જાેઈ નથી અને આ ફિલ્મ જાેવાનો ઈરાદો પણ નથી. મેં આ બાબતે ખૂબ વાંચી લીધુ છે. નસીરુદ્દીન શાહે આ ટ્રેંડને ડેંજરર્સ ગણાવ્યો હતો. સાથે આ ટેંડની સરખામણી નાઝી જર્મની સાથે પણ કરી હતી.

શાહે કહ્યું, એક તરફી ફિલ્મ, આ ખતરનાક ટ્રેંડ છે. આ બાબતો કોઈ શંકા નથી, કે આપણે નાઝી જર્મની તરફ વધી રહ્યા છે, જ્યાં હિટલરના સમયમમાં સુપ્રીમ નેતાના માધ્યમથી ફિલ્મમેકર્સને અપોઈંટ કરવામાં આવ હતા, જેથી તે ફિલ્મો સરકારના વખાણ કરે અને આ નેતાઓએ દેશ માટે તે શું કર્યુ તે આ ફિલ્મમાં દેખાડે.યહૂદી સમુદાયને નીચુ દેખાડવામાં આવતુ હતું. જર્મનની દિગ્ગજ ફિલ્મમેકર્સ દેશ છોડીને હોલીવુડ પહોંચી ગાયા હતા અને ત્યાં જઈને ફિલ્મ બનાવી હતી.

આ જ ઈન્ડિયામાં થઈ રહ્યું છે. નસીરુદ્દીન શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, સમયની સાથે દરેક વસ્તુ ઠીક થઈ જશે. તે કહે છે કે, મને આશા છે કે, સમય નફરત ફેલાવનારા લોકોને થકવી દેશે, ક્યાં સુધી તમે નફરત ફેલાવતા રહેશો? હું વિચારુ છુ અને ઉમ્મીદ કરુ છું કે,જે પ્રકારે આ અચાનક શરૂ થયું હતું, તેવી જ રીતે અચાનક ગાયબ થઈ જશે. જાે કે, બદલાવમાં સમય લાગશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.