પાકિસ્તાનમાં ગયેલી અંજૂને તલાક આપશે નસરુલ્લાહ?
નવી દિલ્હી, હાલમાં ભારતથી લઈને પાકિસ્તાન સુધી ફક્ત અંજૂ અને સીમાની જ ચર્ચા ચાલી રહી છે. એક પ્રેમ માટે પાકિસ્તાનથી ભારતમાં આવી તો બીજી ભારતમાંથી પાકિસ્તાન જતી રહી.
ફેસબુકવાળા પ્રેમને મળવા માટે પાકિસ્તાન ગયેલી અંજૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાનમાંથી મળી રહેલી વિગતો અનુસાર, અંજૂને પાકિસ્તાનમાં પૈસા અને ઘર તો મળી રહ્યા છે પણ પ્રેમ મળવો મુશ્કેલ થયું છે. હવે પાકિસ્તાનમાં અંજૂની મુશ્કેલી વધવાથી તે ખૂબ પરેશાન થઈ ગઈ છે. પાકિસ્તાનમાં અંજૂનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
ત્યાંના લોકોનું કહેવું છે કે, અંજૂ સારી છોકરી નથી. તે ભારતમાં પોતાના પતિને છુટાછેડા આપ્યા વિના પાકિસ્તાન આવતી રહી અને અહીં લગ્ન પણ કરી લીધા. ઈસ્લામમાં બીજા લગ્ન ત્યારે જ થાય છે, જ્યારે પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા હોય. આ બધી વાતોને લઈને પાકિસ્તાનમાં ખૂબ હોબાળો મચી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે, અંજૂએ છુટાછેડા આપ્યા વિના લગ્ન કરવા ઈસ્લામી કાનૂનની મજાક ઉડાવી છે. નસરુલ્લાને પણ અંજૂ સાથે લગ્ન ન કરવા જાેઈએ, જેને લઈને પાકિસ્તાનના ઘણા સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નસરુલ્લાહના લગ્ન નાનપણથી જ તેની પિતરાઈ બહેન સાથે નક્કી થઈ ગયા છે. આ જ કારણ છે કે, અંજૂ સાથે નિકાહ દરમ્યાન નસરુલ્લાહનો પરિવારમાંથી કોઈ હાજર નહોતું. રિપોર્ટ્સ અનુસાર બંનેના લગ્ન નસરુલ્લાહના દોસ્તે કરાવ્યા હતા.
ખૈબરના વિસ્તારમાં મોટા ભાગે બાળકોના નાનપણમાં જ લગ્ન નક્કી થઈ જાય છે. પોતાની પિતરાઈ બહેન સાથે લગ્ન કરે તે પહેલા અંજૂ સાથે લગ્ન કરી લીધા, જે બાદ વિવાદ વધતો જાેવા મળી રહ્યો છે. જે છોકરી સાથે લગ્ન નક્કી થયા, તેનો પરિવાર નસરુલ્લાના ઘરે પહોંચ્યો છે અને હવે આ મામલામાં આગળ શું કરવું તેને લઈને મિટિંગ થઈ રહી છે. અંજૂ ભારતથી પાકિસ્તાન ગયેલી ફેસબુકવાળા પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન કરશે. અંજૂએ ઈસ્લામ ધર્મ પણ અપનાવ્યો હતો.
અંજૂ અને નસરુલ્લાહના લગ્ન પાકિસ્તાનમાં અમુક લોકો પોતાની જીત તરીકે જાેઈ રહ્યા છે. અંજૂને પાકિસ્તાનના એક બિઝનેસમેને ગિફ્ટ પણ આપી છે. પણ અંજૂ સાથે લગ્નને લઈને નસરુલ્લાહનો પરિવાર જરાં પણ ખુશ નથી. રાજસ્થાનની અંજૂ એક પરણેલી મહિલા છે અને તેને બે બાળકો પણ છે. ફેસબુક પર તેની મુલાકાત પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના રહેવાસી નસરુલ્લાહ સાથે થઈ હતી.SS1MS