નતાશા અને અગસ્ત્યએ નાનકડા કવીરને ખોળામાં લઈને રમાડ્યો

નવી દિલ્હી, પંડ્યા પરિવારમાં અત્યારસુધી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનો દીકરો અગસ્ત્ય પંડ્યા ઘરનો સૌથી નાનો સભ્ય હતો, તેના પર ઘરની દરેક વ્યક્તિ અઢળક પ્રેમ વરસાવતી હતી અને ખૂબ લાડ લડાવતી હતી.
પરંતુ હવે ઘરમાં તેનાથી પણ નાનકડું મહેમાન આવી ગયું છે અને આજકાલ બધાનું ધ્યાન માત્ર તેના તરફ જ છે. અહીંયા વાત કરી રહ્યા છીએ, કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના પહેલા સંતાનની. કપલ હાલમાં જ માતા-પિતા બન્યા છે અને તેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે.
રવિવારે ક્રિકેટરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર હોસ્પિટલના રૂમમાંથી પત્ની અને દીકરા સાથેની તસવીર શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા તેમજ તેનું નામ ‘કવીર’ પાડ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
સરેબિયન મોડલ-એક્ટ્રેસ અને હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે હાલમાં જ નાનકડા કવીર અને અગસ્ત્ય સાથેની એક ક્યૂટ તસવીર શેર કરી છે. જેમાં તે બ્લૂ કલરના પ્રિન્ટેડ ફ્રોકમાં છે અને તેના હાથમાં કવીર છે, જ્યારે મોટોભાઈ અગસ્ત્ય તેને રમાડી રહ્યો છે.
આ સાથે લખ્યું છે ‘એક જ તસવીરમાં ઘણો બધો પ્રેમ, આ દુનિયામાં તારું સ્વાગત છે કવીર’. કોમેન્ટ સેક્શનમાં હાર્દિકે લખ્યું છે ‘બેબીસ’, તો આશિષ નહેરાની પત્ની રુશમા નહેરાએ લખ્યું છે ‘અભિનંદન કાકી’. લગ્નના પાંચ વર્ષ બાદ મમ્મી બનવાનું સુખ પ્રાપ્ત થતાં પંખુડી શર્માની ખુશીઓ સાતમા આસમાને છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી લેટેસ્ટ તસવીરમાં તેણે દીકરાને તેડ્યો છે, બંનેમાંથી કોઈનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ સાથે તેણે અભિનંદન આપનારા તમામનો આભાર માન્યો છે. પંખુડીએ લખ્યું છે ‘તમારો પ્રેમ અને શુભેચ્છાઓ જાેઈને ભાવવિભોર થઈ છું.
આપ તમામનો આભાર. અમારી ખુશીનું કોઈ ઠેકાણું નથી. પંડ્યા પરિવારના વરિષ્ઠ સભ્ય નલિની પંડ્યા પણ બીજીવાર દાદી બનીને હરખાયા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા નલિનીએ દીકરા કૃણાલ અને પૌત્ર કવીર સાથેની તસવીર શેર કરી છે, જેમાં તેમના ચહેરા પરની ખુશી જાેવા જેવી છે. તેમણે કેપ્શનમાં ‘કવીર’ લખીને સાથે રેડ હાર્ટ ઈમોજી અને નઝર ઈમોજી મૂક્યું છે.SS1MS