સાસુના બર્થ ડે પર નતાશાએ શેર કરી અગસ્ત્ય સાથેની તસવીર

મુંબઈ, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાનાં મમ્મી નલિની પંડ્યાનો આજે એટલે કે ૨૦ જુલાઈએ જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર બંને પુત્રવધૂઓ એટલે કે નતાશા સ્ટેનકોવિક અને પંખુડી શર્માએ શુભેચ્છા આપી છે. હાર્દિક પંડ્યાના ભાઈ વૈભવે પણ મમ્મીને શુભકામના આપતાં સુંદર ફોટો શેર કર્યો છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ સાસુ અને દીકરા અગસ્ત્યની સુંદર તસવીર શેર કરી છે.
ફોટોમાં નલિની પંડ્યા અને અગસ્ત્ય બીન-બેગ પર બેઠેલા જાેવા મળે છે. ફોટોમાં બંને ખુશહાલ મુદ્રામાં દેખાઈ રહ્યા છે. ‘બર્થ ડે ગર્લ’ નલિની પંડ્યાએ ગ્રે રંગનું ટી-શર્ટ અને ટ્રેક પહેર્યું છે. જ્યારે દાદીને ભેટીને બેઠેલા નાનકડા અગસ્ત્યએ યલો રંગનું ટી-શર્ટ, ગ્રે રંગના શોર્ટ્સ અને યલો રંગના મોજાં પહેર્યા છે. આ ફોટો શેર કરતાં નતાશાએ લખ્યું, “હેપી બર્થ ડે મોમી.” આ સાથે જ તેણે હાર્ટ ઈમોજી શેર કર્યા છે.
કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ બુકે સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તે સાસુને ભેટીને ઊભેલી જાેવા મળે છે. આ ફોટો શેર કરતાં પંખુડીએ લખ્યું, ‘હેપી હેપી બર્થ ડે મમ્મી પંડ્યા. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. હાર્દિક અને કૃણાલના ભાઈ વૈભવે મમ્મી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે બેબી. તને મા કહી શકું છું તેનો આનંદ છે.
તમારા વિના મારું શું થાત. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ નતાશાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો. જેમાં ઘરમાં સૌથી વધુ શોપિંગ કોણ કરે છે એ વિશે વાત કરી હતી. પંખુડીએ જણાવ્યું હતું કે, સૌથી વધારે કૃણાલ કરે છે, પરંતુ લિસ્ટમાં સૌથી ઉપર મમ્મી (સાસુ) અને હાર્દિક છે.
અમે મોલમાં શોપિંગ કરી શકતા નથી. તમારે તેમની સાથે શોપિંગ વખતે રહેવું પડે છે અને જ્યારે તમારો વારો આવે ત્યારે થાકી ગયા હોય છે’. જણાવી દઈએ કે, હાર્દિક અને કૃણાલ પંડ્યા જાેઈન્ટ ફેમિલીમાં રહે છે. નતાશાએ આ વ્લોગમાં જણાવ્યું હતું કે, તેમના ઘરમાં ૧૦-૧૫ લોકો સાથે રહે છે.SS1MS