નતાશા સ્ટેનકોવિકે પતિ વગર ઉજવ્યો દીકરાનો બર્થ ડે
મુંબઈ, ૨૦૨૦ એવું વર્ષ હતું જ્યારે ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેના લાખો ફેન્સને ઉપરાછાપરી ત્રણ સરપ્રાઈઝ આપી હતી. પહેલા તો ન્યૂ યર સેલિબ્રેશન વખતે તે સરેબિયન એક્ટ્રેસ-મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સીરિયસ પ્રકારના રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી. જે બાદ લોકડાઉન દરમિયાન બંનેએ ઘરમાં જ લગ્ન કરી લીધા હતા અને તેના થોડા જ સમયમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
૩૦ જુલાઈ ૨૦૨૦ના રોજ કપલના ઘરે દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો અને તેના ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણા ફેન પેજ છે.
રવિવારે પંડ્યા પરિવારના વ્હાલા અગુનો (અગસ્ત્યનું હુમાલમણું નામ) ત્રીજાે બર્થ ડે હતો. ત્યારે મમ્મી-પપ્પા સિવાય કાકા-કાકીએ પણ તેને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું, આ સાથે ઘરે નાનકડું સેલિબ્રેશન પણ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરા અગસ્ત્ય સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી કેટલીક તેમના વેકેશન વખતની તો કેટલીક કપલે માર્ચમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા તે વખતની હતી.
આ સાથે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે અમારા જીવનના પ્રકાશને. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ મારા દીકરા’. આ સિવાય નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ એક તસવીર શેર કરી હતી, જેમાં અગસ્ત્ય તેની સાયકલમાં બેઠો હતો અને આસપાસ કલરફુલ ફુગ્ગા લગાવેલા હતા.
જણાવી દઈએ કે, અગસ્ત્યનો પહેલો અને બીજાે બર્થ ડે નતાશાએ પોતાના પિયરમાં ઉજવ્યો હતો અને તે સમયે હાર્દિક પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હોવાથી સામેલ થઈ શક્યો નહોતો. આ વખતે પણ તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં વ્યસ્ત છે તેથી આ વખતે પણ તે હાજર નહોતો.
હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ સાથે હાર્દિક પંડ્યા સારું બોન્ડિંગ ધરાવે છે. તેણે તેની સાથેની કેટલીક યાદગાર ક્ષણો વીડિયોમાં શેર કરી હતી. જેમાં બંને મસ્તી કરતાં અને પોતાની ફેશન સેન્સ શો-ઓફ કરતાં દેખાયા. આ સાથે ક્રિકેટરે લખ્યું હતું ‘મારા સૌથી પ્રિય નાનકડા છોકરાને જન્મદિવસની શુભેચ્છા. કેપી પાપા તને સૌથી વધારે પ્રેમ કરે છે. અગસ્ત્યના બર્થ ડે પર કાકી પંખુડી શર્માએ પણ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. તેણે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
જેની પહેલી તસવીરમાં ‘બર્થ ડે બોય’ સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતો દેખાયો, બીજી તસવીરમાં કૃણાલે અગસ્ત્યને ખભે ઉચક્યો છે તો પોતાના દીકરા કાવિરને તેડ્યો છે, ત્રીજી તસવીર જંગલ થીમ પર થયેલા બર્થ ડે સેલિબ્રેશનની છે જેમાં અગસ્ત્ય વિશ માગી રહ્યો છે. તે બાદની તસવીરમાં તે કાકા-કાકી સાથે છે. એક તસવીરમાં અગુ નાના ભાઈ કાવિર પર પ્રેમ વરસાવી રહ્યો છે તો અંતિમમાં તે કેક એન્જાેય કરતો જાેઈ શકાય છે.SS1MS