નતાશા પીલાટેસ ક્લાસમાં દીકરા અગસ્ત્યને જોડે લઈ ગઈ

મુંબઈ, સરેબિયન એક્ટ્રેસ-મોડલ અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફિટનેસ ફ્રિક છે. તે નિયમિત જિમ જાય છે અને વર્કઆઉટ કરે છે. તે તેની સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ તેના વીડિયો શેર કરતી રહે છે. હાર્દિક પંડ્યા હાલ તેની પ્રોફેશનલ ડ્યૂટીમાં વ્યસ્ત છે ત્યારે નતાશા સ્ટેનકોવિક દીકરા અગસ્ત્ય પંડ્યાને તેની સાથે પીલાટેસ ક્લાસ ગઈ હતી.
કપલ જાણીતી સેલિબ્રિટી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર યાસ્મિન કરાચીવાલા પાસેથી ટ્રેનિંગ લે છે અને તેમના દીકરાને મળીને તેને પણ મજા આવી ગઈ હતી.
નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નતાશા અને યાસ્મિનનો મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે. નતાશા સ્ટેનકોવિકે શેર કરેલા વીડિયોમાં યાસ્મિન અને અગસ્ત્ય યોગા મેટ પર સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. પ્રિન્ટેડ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સમાં એક્ટ્રેસનો દીકરો ક્યૂટ લાગી રહ્યો છે.
યાસ્મિન તેને પૂછે છે ‘અગુ તું ક્યા છે?’ જવાબમાં અગસ્ત્ય તેની સામે જુએ છે અને ત્યારે જ પડી જાય છે. યાસ્મિન પણ મજા લેતા તેને ગલગલિયા કરવા લાગે છે અને તે ખડખડાટ હસી પડે છે.
આ વીડિયોની સાથે લખ્યું છે ‘ફન ટાઈમ એટ પીલાટેસ’ યાસ્મિન કરાચીવાલાએ અગસ્ત્ય સાથેના તેના વીડિયોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિશેર કર્યો છે અને લખ્યું છે ‘હાર્દિક પંડ્યા આજકાલ તું ખૂબ વ્યસ્ત છે, ત્યારે મને નવો ફ્રેન્ડ મળી ગયો છે’. નતાશા સ્ટેનકોવિકે આ સિવાય અગ્સ્ત્ય સાથેના અન્ય કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.
જેમાં તે તેની સાથે પ્લે ટાઈમ એન્જાેય કરી રહી છે અને કોઈ સોન્ગ પર ડાન્સ કરી રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘જ્યારે તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો હોય ત્યારે તમે એન્ટરટેન્મેન્ટ બની જાઓ છો. નતાશા You Tubeપર ચેનલ પણ ધરાવે છે. થોડા દિવસ પહેલા જ તેણે પરિવાર સાથે સંબંધિત કેટલાક સવાલના જવાબ આપતો વીડિયો શેર કર્યો હતો.
જેમાં તેણે પંડ્યા પરિવારના ૧૦ સભ્યો એક જ ઘરમાં રહેતા હોવાનું કહ્યું હતું. આ સિવાય જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી ત્યારે જેઠાણી પંખુડી શર્માએ તેને અગસ્ત્ય નામ પસંદ હોવાનું કહ્યું હતું અને તેથી જ દીકરાનો જન્મ થતાં તેને તે નામ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.