નેશનલ કૉ.ઑપરેટિવ કન્ઝયુમર્સ ફેડરેશન લિ. ન્યૂ દિલ્હીની ચૂંટણીમાં પરેશભાઈ પટેલનો ભવ્ય વિજય
(પ્રતિનિધિ) મોડાસા, તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ એનસીસીએફની ચુંટણી ન્યૂ દિલ્હી ખાતે યોજાય હતી, સદર ચૂંટણીમાં આગામી પાંચ વર્ષ માટે ડિરેકટરોની ચૂંટણી કરવામાં આવી, જેમાં ગુજરાતમાંથી ક્રિભકોના ડિરેક્ટર પરેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી, શ્રી પરેશભાઈ પટેલે મહારાષ્ટ્ર મુંબઈના વિરેન્દ્રસિંહ સામે ૪૭ માંથી ૩૬ મત મેળવી ભવ્ય જીત મેળવી, પ્રતિસ્પર્ધી વિરેન્દ્રસિંહને ફકત ૧૧ મત મળ્યા હતાં.
મતદાન ભારતના દરેક રાજયો પૈકી ડેલીગેટોએ કરવાનું હતું.હરિફ ઉમેદવાર વિરેન્દ્રસિંહ અગાઉ બે વાર ચૅરમેન અને એક વાર વાઈસ ચૅરમેન તરીકે રહી ચૂકયાં છે, તેમને પરેશભાઈ પટેલે ૩૬ મત મેળવી કારમી હાર આપી છે. હવે એનસીસીએફમાં ગુજરાતના એક માત્ર ડિરેકટર પરેશભાઈ પટેલ પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાતમાંથી ૨૧ જેટલા ડેલીગેટોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગરહવેલી,દમણ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, તામિલનાડું, કેરાલા, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા સમગ્ર ભારતના રાજયોના ડેલીગેટોએ મતદાનમાં ભાગ લીધો હતો.
જ્યારે આ ચૂંટણીમાં વિશાલસિંહ એક યુવા ચૅરમેન તરીકે અને શ્રી યશપાલસિંહ પણ યુવા વાઈસ ચૅરમેન તરીકે બિનહરિફ ચૂંટાય આવ્યા હતા. સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી. અને સમગ્ર દેશના સહકારી આગેવાનો અને કાર્યકરોએ ચૅરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી અને શ્રી પરેશભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી..