‘નેશનલ કોન્કલેવ ઓન અર્બન પ્લાનિંગ’ નો રિવરફ્રન્ટ ખાતે શુભારંભ

Chief Minister Bhupendra Patel inaugurated the 'National Conclave on Urban Planning' today at the riverfront of Ahmedabad on Friday with the name of promoting well-planned urban development in the state and expressed confidence that this conclave organized for the first time in Gujarat will prove to be the immortality of urban well-being.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા જણાવ્યું કે, શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે. અમદાવાદ શહેરના રીવરફ્રંટ ખાતે યોજાયેલ આ કોન્કલેવમાં મુખ્યમંત્રી એ સાબરમતી રીવરફ્રંટને વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને રીવરફ્રંટના ડેવલપમેન્ટને પોલોટીકલ વીલનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, દેશને ૫ ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે.
તેમણે ૨૦ વર્ષ પહેલા ગુજરાતના સાશનની ધુરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સીટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે.
જેના પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટીનો એક નવો યુગ નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વય થી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.
સ્માર્ટ ક્લાસરૂમથી સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ પાર્કિગ થી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગથી સ્માર્ટ ઇલેક્ટ્રીક બસ જેવા અસંખ્ય પ્રયાસોની સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર વર્તાઇ રહી છે અને ઇઝ ઓફ લીવીંગ સરળ બની રહ્યું છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટના અધ્યક્ષ કેશવ વર્માએ જણાવ્યું હતું કે, “દેશમાં શહેરી આયોજનની તમામ શ્રેષ્ઠ પ્રેક્ટિસને સાંકળી લેવા અને તેમના રાજ્યોમાં સરળ અને અમલીકરણ કરી શકાય તેવા વિચારો સાથે શહેરી આયોજનકારો માટે કાર્યક્ષમ હેન્ડબુક તૈયાર કરવા માટે શહેરી આયોજન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં છેલ્લા કેટલાય દાયકાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ, આંતર માળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે. જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે.
ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત , વડોદરા, દાહોદ સહિતના ૬ શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લીવીંગ અને મ્યુનિસીપલ કોર્પોરેશન આંકમાં ટોપ-૧૦ માં સ્થાન ધરાવે છે.