Western Times News

Gujarati News

આજના યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાતા નથી

ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશન દ્વારા આયોજિત ત્રણ દિવસના સમંલેનમાં દેશ-વિદેશથી નિષ્ણાતો પધારશે
અમદાવાદ,  આજની ભાગદોડભરી અને અનિયમિત ખાન-પાનભરી જીંદગીમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડની ઘણી જ મહત્વતા છે ત્યારે સમાજમાં ન્યુટ્રીશન્સ ફુડ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ અગત્યનું બની જાય છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, તે બાબત ઘણી ગંભીર છે.

વળી, ન્યુટ્રીશન્સ અને કવોલિટી ફુડ મોંઘા કે પોષાય તેમ નહી હોવાની જે ભ્રામક માન્યતા લોકોમાં પ્રવર્તી રહી છે તે પણ ખોટી છે, વાસ્વમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડ તમારા રોજિંદા આહારમાં જ ઉપલબ્ધ હોય છે જરૂર છે માત્ર તેને પસંદ કરવાની અને તેને તમારા રોજિંદા ડાયેટ પ્લાનમાં સમાવવાની એમ આજે અમદાવાદ શહેરમાં પોષણ અને આહાર વિજ્ઞાન પર શરૂ થયેલા ત્રિદિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.જગમીત મદાન અને આર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.રીમા રાવે જણાવ્યું હતું.

ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશનની ગુજરાત શાખા દ્વારા આગામી તા.૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ધ ફોરમ, ક્લબ ૦૭, અમદાવાદ ખાતે ઈન્ડિયન ડાયટેટિક એસોસીએશનની ૫૨મી વાર્ષિક કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો તે પ્રસંગે આ નિષ્ણાત મહાનુભાવોએ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રિદવસીય આ રાષ્ટ્રીય સમંલેનમાં નવી તકોની શોધ, આહાર સશક્તિકરણ, જીવનધોરણને સમૃદ્ધ બનાવવું, કોન્ફરન્સની થીમ તેના ત્રિપક્ષિય હેતુ, સંશોધન, રોજિંદી પ્રેક્ટિસના પડકાર તથા સામુદાયિક જવાબદારીને આવરી લે છે. આ સંમેલન દેશમાં આહાર વિશેષજ્ઞો તથા પોષણ વિજ્ઞાનીઓનું સૌથી મોટું સંમેલન બની રહેશે. સુપ્રસિદ્ધ વક્તાઓ, જ્ઞાનસભર ચર્ચાઓ તથા તદ્દન નવા સત્રોએ આઈડીએકોન ૨૦૧૯ની સૌથી આગવી વિશેષતા છે.

દેશ અને દુનિયામાંથી નિષ્ણાત મહાનુભાવો, તબીબો અને તજજ્ઞો આ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે. ગર્ભાવસ્થામાં હાઈપરગ્લાયકેમિયા, બેરિયાટ્રિક ન્યુટ્રિશન, ટીએચએએનડીએવી (ટેકિંગ હિટ એન્ડ ડાન્સ ટુ એડોલ્સન્ટ્‌સ ફોર વિક્ટરી ઓવર એનસીડીસ), ઈન્ટિગ્રેટિવ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન ઈન ક્રિટિકલ કેર તથા ગટ એન્ડ બિયોન્ડ (ન્યુટ્રિશ્નલ ઈન્ટરવેન્શન્સ ઈન ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ ડિસીઝ) પરની કાર્યશિબિરો વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં થયેલી ઘટનાઓનો સર્વાંગી ચિતાર ઉપલબ્ધ બનાવે તે રીતે તૈયાર કરાઈ છે.

ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.જગમીત મદાન અને આર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.રીમા રાવે વધુમાં ઉમેર્યું કે, કોન્ફરન્સમાં મેદસ્વીતા, કેન્સર, પીડિયાટ્રિક ન્યુટ્રિશન, નેફ્રોલોજી, ડાયબિટીસ, ફૂડ ફોર્ટિફિકેશન, લિવરની તંદુરસ્તી, હૃદય સંબંધિત તંદુરસ્તી, હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી, સ્પોટ્‌ર્સ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન અને ફર્ટિલિટી, કુપોષણ તથા અન્ય અનેક વિષયો પર ચર્ચાઓ, પેનલ ડિસ્કશન્સ અને સંવાદ યોજાશે.

ક્લિનિકલ ડાયટેટિક્સ, એક્સપેરિમેન્ટલ ન્યુટ્રિશન, ક્લિનિકલ કેસ પ્રેઝન્ટેશન્સ, ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા કમ્યુનિટી ન્યુટ્રિશન જેવી વિવિધ શ્રેણીઓમાં દેશભરના યુવા વૈજ્ઞાનિકો દ્વારા શોધપત્રોની રજૂઆત કરાશે જે ફૂડ, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ ક્ષેત્રે વર્તમાન પ્રવાહોની જાણકારીની આપ-લે માટે મહ¥વનો મંચ ઉપલબ્ધ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.