મારા વાળ ધોયા પછી હું અરીસા સામે કલાકો બેસીને વાળને જોયા કરતીઃ કામના પાઠક
નેશનલ ટેલ અ ફેરી ટેલ ડે 26મી ફેબ્રુઆરીના રોજ ઊજવવામાં આવે છે અને એન્ડટીવીના કલાકારો પ્રીતિ સહાય (કામિની, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) તેમની ફેવરીટ ફેરી ટેલ્સ વિશે વાત કરે છે.
એન્ડટીવી પર “દૂસરી મા”માં કામિનીની ભૂમિકા ભજવતી પ્રીતિ સહાય કહે છે, “એલિસ ઈન વંડરલેન્ડની વાર્તા હંમેશાં મારી ફેવરીટ રહી છે. મેં તે ફરી ફરી વાંચી અને સાંભળી છે. હું તેનાથી બિલકુલ કંટાળતી નથી. એલિસને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે જોવાનું અદભુત છે.
એલિસની વાર્તામાં સૌથી મજેદાર વાત મેડ હેટર અને તેના બધા ફ્રેન્ડ્સ સાથે ટી પાર્ટી છે. રોમાંચમાં મેં મારા પિતાને એવો જ ટી સેટ મારે માટે ખરીદી લાવવા કહ્યું. હું ઘરમાં મારા ફ્રેન્ડ્સ સાથે એલિસ ઈન વંડરલેન્ડની મેડ ટી પાર્ટી ભજવતી હતી. તેમને મારી ટી પાર્ટી ગમતી. હજુ પણ હું ઘરમાં પાર્ટી રાખું છું ત્યારે પોતાને એલિસ ઈન વંડરલેન્ડ હોય તેવી કલ્પના કરું છું (હસે છે).”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “રાપુંઝેલ મારી સર્વકાલીન ફેવરીટ ફેરી ટેલ હતી. તેના લાંબા અને મજબૂત વાળ મને એટલા રોમાંચિત કરી ગયા કે હું લાંબા સમય સુધી મારા વાળ કાપતી નહોતી.
મેં મારા વાળ ઝડપથી વધે તે માટે મારી દાદીને ચમ્પી કરવા માટે કહ્યું હતું. મારા વાળ ધોયા પછી હું અરીસા સામે કલાકો બેસીને મારા લાંબા વાળને જોયે રાખતી અને માપન કરીને પોતાને રાપુંઝેલ તરીકે કલ્પના કરતી હતી. હું તેના લાંબા વાળ સાથે તેની બહાદુરી અને તાકાતથી પણ હું પ્રેરિત હતી.”
એન્ડટીવી પર “ભાભીજી ઘર પર હૈ”ની અનિતા ભાભીની ભૂમિકા ભજવતી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મારી માતા મને અને મારી બહેનને સૂવડાવવા પૂર્વે ફેરી ટેલ્સ વાંચતી હતી. મારી ફેવરીટ ફેરી ટેલ વ્હાઈટ એન્ડ સેવન ડ્વાર્ફસની વાર્તા છે. હું બેરી, તેનું નાનું સસલું અને હંમેશાં તેની પડખે રહેનારા સાથીથી મોહિત હતી.
હું મારી માતાને બેરી જેવું પ્રાણી મારે માટે લાવવા આગ્રહ કરતી. આરંભમાં તેણે ઈનકાર કર્યો, પરંતુ પછીથી તે નાના સસલા જેવા સ્નો વ્હાઈટની બદલે નાનો કૂતરો લઈને આવી. બેરી સ્નો વ્હાઈટની જોડે રહેતો તે જ રીતે હું મારી જોડે જ રહેતા રોમિયોથી ખુશ હતી. આપણા જીવનભર ફેરી ટેલ્સને મહેસૂસ કરીએ છીએ. આપણા જીવનના તે સૌથી ખુશીના અવસરો યાદ કરવા માટે ટેલ અ ફેરી ટેલ ડે છે તે જાણીને બેહદ ખુશી થાય છે.”