Western Times News

Gujarati News

નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા ત્રણ વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ એનાયત

The President, Smt. Droupadi Murmu presents the National Florence Nightingale Awards, 2021 for Nursing Personnel, in New Delhi on November 07, 2022.

રાષ્ટ્રપતિએ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2021 એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (7 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. The President, Smt. Droupadi Murmu in a group photo with the awardees of National Florence Nightingale Awards, 2020 and 2021, in New Delhi on November 07, 2022.

The President, Smt. Droupadi Murmu in a group photo with the awardees of National Florence Nightingale Awards, 2020 and 2021, in New Delhi on November 07, 2022.

નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી.

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

જેમાં ગુજરાતના ત્રણનો સમાવેશ થાય છે. જેમાં દાફડા ચતુરભાઈ ખીમાભાઈ, વર્ષાબેન ડી. રાજપુત અને જોનીલ્સ એલવીન મેકવાનનો સમાવેશ થાય છે.

એએનએમ કેટેગરીમાં અંદમાન નિકોબારના શ્રીમતદી ચંદ્રા મલિક, બિહારના શબ્રુન ખાતુન, દિલ્હીના ગીતા રાની, કર્ણાટકના લક્ષ્મી મેતરે, સુજેદાબાનુ, કેરલાના શીલારાની વીએસ, મહારાષ્ટ્રના મનિષા જાદવ, મણિપુરના થાઈમી સાનાહાનબી, ઓડિસાના દમયંતિ રાઉત, પોંડિચેરીના વી.એનગાલોસીવોરી, રાજસ્થાના ઈન્દુ શુકલા, સિક્કિમના ટીકાદેવી પાંડે, તમિલનાડુના ઈ.મનગમમલ, એસ.સેલવી, ઉત્તરાખંડના ગંગા જોશી, પશ્ચિમ બંગાળના ડોના દાસ, સ્મિતા કારનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.