ગાંધીનગર ખાતે ત્રીદિવસીય નેશનલ ગારમેન્ટ ફેરનું ઉદઘાટન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ત્રીદિવસીય નેશનલ ગારમેન્ટ ફેરનું ઉદઘાટન કર્યું હતું. આ નેશનલ ફેરમાં 350 થી વધુ સહભાગીઓ, 750 થી વધુ બ્રાંડ અને 25,000 થી વધુ ફેશન પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ગુજરાત નો ગારમેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે જોકે કોરોના મામરી અને આર્થિક સંકટના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી ઔદ્યોગે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ દૂર કરી વેપારીને વેગ આપવા માટે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર એસોસિયન દ્વારા ૩૩માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે
ઉદ્યોગકરો સાતમ આઠમ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કલેક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેકનોલોજી સાથે સર્જબની વેપારને વેગ આપવા આતુર બનશે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર ટ્રેડ ફેરમાં 750 થી વધુ બ્બ્રાન્ડની ઉપસ્થિત રહી પ્રદર્શન કરશે
21-22-23 જુલાઈના રોજ યોજનાના ટ્રેડ ફેર માં ત્રણ દિવસ દરમિયાન દેશભરના મોટાભાગના રાજ્યોમાંથી અંદાજે 23,000 થી 25,000 જેટલા ખરીદારો આવશે 350 થી વધુ સહયોગીઓ દ્વારા 25,000 થી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે જી જી એમ એ ના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું. ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે
કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કીલ કારીગરો જોડાયેલા છે આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે
તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે 33મો ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ વેપારની વેગ આપશે.