પૂનાથી અમૂલ કલીન ફ્યુઅલ બાયો CNG કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું
ચાર બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપશે: ગાયના છાણનું બાયોફ્યુઅલમાં રૂપાંતર: અમૂલનો પ્રયાસ આત્મનિર્ભર સરક્યુલર ઈકોનોમી બનાવશે
આણંદ, અમૂલ કલીન ફયુઅલ બાયોસીએનજી કાર રેલીનું સોમવારે પૂનાથી પ્રસ્થાન કરાવ્યું હતું મારૂતિ સુઝુકી સાથે મળીને અમૂલ કલીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલીના કરેલા આયોજનના ઉદેશ વિશે અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતાએ જણાવ્યું કે ગામના છાણનું બાયોગેસમાં રૂપાંતર કરવાની નવી ક્રાંતિ મારફતે ડેરી પ્રવૃતિને વધુ પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવવાનો તથા ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આવકનું નવુ સાધન ઉભું કરવાનો છે. National Milk Day with Amul Clean Fuel Rally as it flags off from Pune
ભારતની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને દેશમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી બંને સાથે મળીને સસ્ટેનેબલ ફાર્મીંગ અને ડેરી ક્રાંતિનો સંદેશ સમગ્ર દુનિયામાં પ્રસરાવશે.
Gear up for an eco-friendly ride this National Milk Day with Amul Clean Fuel Rally as it flags off from Pune. Join us in driving sustainability forward!#NationalMilkDay #Amul #AmulIndia #DrKurien #CleanFuelRally #Ecofriendly #Sustainability #CircularEconomy #shankarchaudhary pic.twitter.com/4npgN9kzN8
— Banas Dairy (@banasdairy1969) November 21, 2023
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે નેશનલ મિલ્ક ડે ની ઉજવણીના ભાગરૂપે આયોજિત અમૂલ કલીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલીનું ર૬મી નવેમ્બરના રોજ આણંદ ખાતે સમાપન થશે. ડેરી ક્રાંતિના પ્રતિક તરીકે અને સરકયુલર ઈકોનોમિ તથા સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે આત્મનિર્ભર ખેતી માટેની કટિબધ્ધતા વ્યકત કરવા માટે યોજાયેલી આ રેલીને અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતા,
મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ડિરેકટર કેનીચીરો તોયોકુકુ, ડો. વર્ગીય કુરિયનના દીકરી નિર્મલા કુરિયનએ લીલી ઝંડી આપી હતી. મારૂતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ડિરેકટર (સસ્ટેઈનેબિલિટી) કેનીચીરો તોયોકુકુએ જણાવ્યું હતું કે “બાયોસીએનજી એ ભારતનો અત્યંત ટકાઉ મોબિલીટી ફ્યુઅલ વિકલ્પ છે અને તે ગ્લોબલ વોર્મીંગ ઘટાડવામાં નોંધપાત્ર અસરકારકતા દાખવી શકે તેમ છે.