ભિલોડા વન કચેરી ખાતે “નેશનલ પ્રોડક્ટીવીટી ડે” ની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લાના ભિલોડા વન કચેરી ખાતે તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ નેશનલ પ્રોડક્ટીવીટી ડે (રાષ્ટ્રીય ઉત્પદકતા દિવસ) નિમિત્તે ગ્રામ વન વિકાસ મંડળ વાઘેશ્વરી ખાતે કોટ હનુમાન મંદિરે અરવલ્લી જિલ્લા મે. નાયબ વન સંરક્ષક શ્રી એસ.એમ.ડામોર (વન વિભાગ – મોડાસા) ના માર્ગદર્શન હેઠળ ભીલોડા રેન્જના આર.એફ.ઓ શ્રી એસ.પી.રહેવર ના અધ્યક્ષ સ્થાને વન મંડળીના સભાસદો તેમજ ગ્રામજનો વન મંડળીના પ્રમુખશ્રી બરંડા ચંદુભાઈ મોતીભાઈ, માજી પ્રમુખ શ્રી લાલજીભાઈ બોડાત તેમજ રિટાયર્ડ કર્મચારી હાજર રહેલ જેમને વન મંડળીની જુદી જુદી યોજનાઓનું માર્ગદર્શન આપેલ ” નેશનલ પ્રોડકટીવિટી ડે “દિવસે વાઘેશ્વરી જંગલ વિસ્તારમાંથી વાંસ સુધારણા યોજના હેઠળ વાંસ નો જથ્થો ગ્રામજનોને વિનામૂલ્ય ફાળવણી કરવામાં આવેલ હતી.