વાપી આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) વાપી, વાપી માં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં ૫૨ માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ની ઉજવણી ક૨વામાં આવી હતી. સેફટી વીક ની ઉજવણી ના કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે જાેઇન્ટ ડાયરેકટર આર આર પટેલ, અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર ડી કે વસાવા અને ફેક્ટરી ઇન્સ્પેકટર ઓફિસ વલસાડથી આસિસ્ટન્ટ ડાયરેકટર એમ સી ગોહિલ, એન કે પટેલ, ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ૫૨ માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ (તારીખ ૪ માર્ચ થી ૧૧ માર્ચ) ના સમાપન સમારોહ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી કંપની ના ડાયરેક્ટર કિરીટ મેહતા. ભાવેશ મેહતા તથા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત કંપની માં વિવિધ સેફટી ના કાર્યક્રમ જેવા કે સેફટી કવીઝ, સેફટી સ્લોગન, સેફટી પોસ્ટર ,ફાયર ફાઇટિંગ ડ્રિલ, ટ્રેનિંગ વગેરે સેફટી ને લગતા કાર્યક્રમો પુરા સપ્તાહ દરમ્યાન આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી કંપનીના સંખ્યા માં માં કંપની કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ અને કંપનીના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ ને સેફટી પ્રતિ વધુ ને વધુ જાગૃતતા લાવી કંપની માં સેફ વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો ની સરાહના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં કર્મચારીઓને મુખ્ય અતિથિઓ તથા કંપની ના અધિકારીઓ દ્વારા પ્રતિયોગિતામાં વિજેતા થવા બદલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.