વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ઉપયોગી અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વલસાડની ઓમ ઇલેકમેક અને પાવર કંટ્રોલ લિમિટેડ કંપનીના પ્રોપરાઇટર દિલીપ દેસાઈએ ઇન્ડસ્ટ્રીના વર્ક કલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા નવીન્યકરણના કાર્ય વિશે માહિતી આપી હતી.
ત્રયમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સીઇઓ અને ડાયરેક્ટર તેમજ સીઇઓ અને BYCS Indiaના ડાયરેક્ટર ડૉ. ભૈરવીબેન જાેશીએ ત્રયમ ફાઉન્ડેશનની કામગીરી તેમજ ખાસ કરીને શિક્ષણ અને પર્યાવરણ વિશેની કામગીરી ઉપર માહિતગાર કર્યા હતા તેમજ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટની પ્રજ્વલા ચેલેન્જ વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા. નારી શક્તિ દેશના વિકાસ માટે કઈ રીતે યોગદાન આપી શકે છે તે તેમણે તેમના ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું.
સરકારી ઇજનેરી કોલેજ વલસાડના વિદ્યુત વિભાગના ખાતાના વડા અને SSIP 2.0 કોર્ડીનેટર ડૉ. કે એલ મોકરીયાએ સ્ટાર્ટ અપ મેક યોર આઈડિયાએ રિયાલીટી SSIP 2.0 ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદજીના યુવાઓને ઇનોવેશન ઉપરનો સંદેશ આજના યુગમાં પણ તેને ઇનોવેશન કામગીરી સાથે કેવી રીતે જાેડી શકાય તે અંગે સૌને માહિતગાર કર્યા હતા.
તદુપરાંત ૨૦૨૨ અને આવનારા સમયમાં આર્ટસ, કોમર્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે થનાર ઇનોવેશન વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આઈડિયા, આઈડિયા નીડ, આઈડિયા વેલીડેશન દ્વારા સામાજિક પ્રશ્નોનું નિરાકરણ, POC, IPR તેના પ્રકાર, બિઝનેસ પ્લાન, માર્કેટની જરૂરિયાત, ડિજિટલ માર્કેટિંગ અને માર્કેટિંગ ટેકનિક, ડીઆઈપીપી રજીસ્ટ્રેશન સ્ટાર્ટઅપ, સ્ટાર્ટ અપના ફાયદાઓ, પીચ ડેક સેશન, ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ઇનોવેશન અને સ્ટાર્ટ અપની યોજનાઓ, તેમજ SSIP 2.0 સ્કીમની માહિતી આપી હતી અને SSIP 1.0 માં સરકારી ઇજનેરી કોલેજ વલસાડના યોગદાન વિશે પણ માહિતી આપી હતી.
સરકારી ઇજનેરી કોલેજ વલસાડના કેમિકલ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડો. ભદ્રેશ આર સુદાણીએ કે બી એસ કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજ વાપી તેમજ સાંદ્રા શ્રોફ કોલેજ ઓફ નર્સિંગ ખાતે SSIP 2.0 આર્ત્મનિભર ભારત અને યુવાઓની ભૂમિકા ઉપર કાર્યક્રમ આપ્યો હતો. જેમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને આર્ત્મનિભર ભારત માટેના ૫ પીલર ઇકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ઉપર ચર્ચા થઈ હતી તેમજ આઈડીયાથી લઈને સ્ટાર્ટઅપ સુધીના કન્સેપ્ટની વાત થઈ હતી. આ ઉજવણી દ્વારા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો લાભાન્વિત થયા હતા.
કાર્યક્રમનું ઉદબોધન મિકેનિકલ ખાતાના વડા અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. વી. ડી. ધીમને કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સિવિલ વિભાગના પ્રો. યોગેન્દ્ર ટંડેલે કર્યું હતું. આભારવિધિ એપ્લાઇડ સાયન્સ અને હ્યુમિનિટિ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. આર સી માલણે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. કે એલ મોકરિયા, યોગેન્દ્ર ટંડેલ અને સંસ્થાના આચાર્ય ડૉ. વિ. એસ. પુરાણીના માર્ગદર્શનમાં સફળ રીતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કેમિકલ વિભાગના ખાતાના વડા ડો. એન એમ પટેલ, પ્રોફે. વિજય વિસાવળીયા તેમજ SSIP, IIC ના ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી