કેન્દ્રીય બજેટ 2024 પર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના MD અને CEO આશિષકુમાર ચૌહાણની પ્રતિક્રિયા
“નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25 માટેના બજેટમાં સરકારી ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્ર પણ રોજગાર સર્જનમાં સહભાગી બને તે સુનિશ્ચિત કરીને ભારતમાં નોકરીઓ ઊભી કરવા માટે મોટો વેગ આપ્યો છે.
એન્જલ ટેક્સમાં રાહત આપીને તેમજ મુદ્રા લોન યોજનાની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ પ્રતિ વ્યક્તિ કરીને ભારત નંબર 1 સ્ટાર્ટ અપ રાષ્ટ્ર અને ઉદ્યોગ સાહસિકોનું રાષ્ટ્ર બની ગયું છે. તેમણે ભારતના કામદારોમાંમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ભારતને વર્કફોર્સમાં યુવા મહિલાઓની ભાગીદારી વધારીને વસ્તીવિષયક લાભ મેળવવામાં મદદ કરશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટલેને અકબંધ રાખીને અને રાજકોષીય ખાધ 5.1 ટકાની અપેક્ષાથી ઘટાડીને 4.9 ટકાએ રાખીને રોજગાર સર્જનના ભાગ રૂપે કૌશલ્ય વિકાસ એ પણ તેમના તરફથી એક અનોખો વિચાર રહ્યો છે. વર્ષ 2025-26માં 4.5 ટકાની રાજકોષીય ખાધ તરફ આગળ વધતા ભારતનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ વધે તે સુનિશ્ચિત કરતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ કર માળખા સાથે વધુ પડતી છેડછાડ કર્યા વિના આ બધું હાંસલ કરવામાં આવ્યું છે. એકંદરે, મારી દ્રષ્ટિએ બજેટને 10/10 માર્ક્સ.”