ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
(ડાંગ માહિતી )ઃ આહવાઃ ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય, દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્ચિત કરવાનો છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ જણાવ્યુ હતુ.
લોકશાહીના જતન, સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ, એક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વધુમા વધુ મતદાન થાય તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યુ હતુ. ચૂંટણી મતદાનની પ્રક્રીયામા દરેક નાગરીક પોતાના હક્કથી વંચિત ના રહી જાય, ચૂંટણીઓ દરમિયાન ડાંગ જિલ્લામા વધુમા વધુ મતદાન કરવા દરેક નાગરીકોને કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે પાત્રતા ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ ન હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવે તથા, તેને મળેલા મતદાનના બંધારણીય હકકનો અવશ્ય ઉપયોગ કરી, આવનાર સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની, પવિત્ર અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું એક અભિન્ન અંગ બને તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ.
તેઓએ માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા તાઃ ૦૬/૧/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ આખરી મતદારયાદી મુજબ જિલ્લાના ૩૧૧ ગામડાઓમા કુલ ૨ લાખ ૧૬૯ મતદારો નોંધાયેલા છે. જેમા પુરૂષ મતદારોની સંખ્યા ૧ લાખ ૯૭, અને મહિલા મતદારોની સંખ્યા ૧ લાખ ૭૦, ઉપરાંત થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૨ (બે) નોંધાયેલ છે. જે પૈકી કુલ ૧૦૭૧ ુઁડ્ઢ (દિવ્યાંગ) મતદારો, ૮૫ વર્ષથી વધુ વયજુથના ૭૨૬ વરિષ્ઠ મતદારો, ૧૮ થી ૧૯ વર્ષના નવા યુવા મતદારોની સંખ્યા ૬ હજાર ૭૯૬ નોંધાયેલ છે.
મતદાન જાગૃતિ માટે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદારશ્રી, શ્રેષ્ઠ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓ, શ્રેષ્ઠ બી.એલ.ઓશ્રીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રંસગે નવા મતદારોને ઈૈઁંઝ્ર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
તેમજ મતદાર જાગૃતિ અંગે ની ટૂંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી. સાથે જ મારો મત મારો અધિકારની નેમ વ્યક્ત કરતાં નવા મતદારોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.