સુરતના વિદ્યાર્થી આકાશ વર્માએ નેશનલ યોગ ઓલમ્પિયાડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
NCERT દિલ્હી દ્વારા ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે તા.૧૮/06/૨૦૨૩ થી 20/06/૨૦૨૩ સુધી “ નેશનલ યોગ ઓલમ્પિયાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની કુલ ૨૮ રાજ્યોમાં ૩૦૦ થી વધારે સ્પર્ધકોએ અલગ અલગ ગ્રુમાં ભાગ લીધો હતો.
જેમાં ગુજરાતના ભાઈઓની ટીમે અપર પ્રાયમરી વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું હતું. ગુજરાતની આ વિજેતા ટીમમાં અમારી ઉપરોક્ત સંસ્થા જ્ઞાનજ્યોત વિદ્યાલય, ગોડાદરા,સુરતમાં ધોરણ-૯ માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આકાશ વર્મા પણ સામેલ હતો.
આવી ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આકાશ વર્માને શાળાના ટ્રસ્ટીગણ, સંચાલકશ્રી, આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવાર ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે અને એમના ઉજ્જવળ ભવિષ્યનિ કામના કરે છે.