Western Times News

Gujarati News

હાઈબ્રીડ યુધ્ધની આંશકા વચ્ચે NATOએ સેટેલાઈટ ઈન્ટરનેટ બેકઅપ સીસ્ટમનું ટેસ્ટીંગ કર્યુ હોવાની ચર્ચા

રશિયા- યુક્રેન યુધ્ધમાં સમાધાન નહી થાય તો યુધ્ધના વિસ્તરણની શક્યતા: યુરોપિયન દેશોમાં ફફડાટ, ટ્રંમ્પ પર વિશ્વના દેશોની નજર

વિશ્વનો ૯પ ટકા ઈન્ટરનેટ વ્યવહાર સમુદ્રમાંથી કેબલ મારફતે થાય છે: કેબલની ઉંડાઈ સમુદ્રમાં માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ જેટલી ?

નવી દિલ્હી, સમુદ્રમાંથી કેબલ મારફતે ૯પ ટકા ઈન્ટરનેટ વ્યવહાર વિશ્વભરમાં થાય છે, આજકાલ “હાઈબ્રીડ વોર”ને લઈને અનેક પ્રકારની વાતચીત થઈ રહી છે. હાલમાં નાટોએ સ્વીડનમાં સેટેલાઈટ ઈન્ટરનેટ બેકઅપ સીસ્ટમનું ટેસ્ટીંગ કર્યું હતું. જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે મિડીયા તથા સંરક્ષણ નિષ્ણાંતોમાં ખાસ્સી એવી ચર્ચા ચાલી હતી. નિષ્ણાંતો તેને HEIST હાયબ્રિડ સ્પેસ- સબમરીન આર્કીટેકચર એનશ્યોરીંગ ઈન્ફોસીસ ઓફ ટેલીકોમ્યુનિકેશન પ્રોજેકટ અંતર્ગત કરાયો હતો તેમ જણાવે છે.

આ બધી તૈયારીઓ એટલે ચાલી રહી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી રશિયા- યુક્રેન યુધ્ધમાં સમાધાનની ચોક્કસ ભૂમિકા રચાશે તેવી સંભાવના જણાતી હતી. જોકે હજુ તેના માટે કોઈ પ્લેટફોર્મ ઉભુ થયુ હોય તેમ પણ દેખાતુ નથી. હા, ટ્રમ્પે રશિયા-યુક્રેન યુધ્ધ રોકવાની વાત કરી હતી હવે તેઓએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા છે ત્યારે પુતિન જોડે વાતચીત કરશે તેમ મનાય છે.

હાલમાં તો વિશ્વકક્ષાએ અલગ-અલગ પ્રકારની વાતચીતો થઈ રહી છે પરંતુ જો સમાધાન નહી થાય તો ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા વાગી રહયા છે. નાટોએ પણ રશિયા સામે યુધ્ધ લડવા તૈયારીઓ આરંભી દીધી હોવાના અહેવાલો સામે આવી રહયા છે તો અમેરિકા- ચીન વચ્ચે મામલો ગરમાયો છે. તાઈવાનને લઈને ચીન પોતાનો દાવો છોડવા તૈયાર નથી.

ઈરાન અમેરિકા- ઈઝરાયલને ધ્યાનમાં રાખીને તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયુ છે ત્યારે જો હાઈબ્રીડ યુધ્ધ થાય તો શું ? તેને ધ્યાનમાં લઈને નાટોએ સેટેલાઈટ ઈન્ટરનેટ બેકઅપ સીસ્ટમનું ટેસ્ટીંગ કર્યું છે. નવેમ્બર- ર૦ર૪માં બાલ્ટીક સીમાં બે ડાટા કેબલને હાઈબ્રીડ એટેક ધ્વારા નુકસાન કરવામાં આવ્યુ હતું જેમાં રશિયા સામે આક્ષેપો થયા હતા. સ્વાભાવિક છે કે યુરોપિયન દેશો અને રશિયા વચ્ચે તનાવપૂર્ણ માહોલ છે.

નાટોના સભ્ય દેશો હાલમાં રશિયાથી ફફડી રહયા છે અને તેથી તેમણે યુધ્ધલક્ષી તૈયારીઓ નાટો દેશોની મદદથી શરૂ કરી દીધી છે. યુરોપિયન દેશોમાં ઈન્ટરનેટ વ્યવહાર લગભગ ર/૩ જેટલો સમુદ્રમાં કેબલ મારફતે થાય છે હવે જો સંભવતઃ રશિયા સમુદ્રમાં રહેલા કેબલને ડીસ્ટ્રોપ કરે તો યુરોપિયન દેશોની હાલત કફોડી થઈ જાય તેમ છે

તેથી યુધ્ધના સમયે નેટ વ્યવહાર યથાવત રહે તે માટે નાટોએ સ્વીડનમાં સેટેલાઈટ ઈન્ટરનેટ બેકઅપ સીસ્ટમનું ટેસ્ટીંગ કર્યુ છે તેમ નિષ્ણાંતોનું માનવું છે પરંતુ આનાથી ફકત લીમીટેડ નેટ વ્યવહાર (યુધ્ધ સંબંધિત) થઈ શકે તેમ કહેવાય છે કે સમુદ્રમાં આ કેબલ જે નાંખવામાં આવે છે

તે મજબુત હોવાની સાથે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ જેટલા ઉંડા હોય છે લગભગ ૮૦૦૦ મીટરની ઉંડાઈએ સબમરીન ફાઈબર ઓપ્ટીકેબલ હોવાનો નિષ્ણાંતોનો મત છે. જોકે આંકડાકીય વાત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ આ કેબલો સમુદ્રમાં ખૂબજ ઉંડાઈએ હોય છે તે હકીકત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.