સ્વસ્થ માનવજીવન અને શુદ્ધ પર્યાવરણ માટે પ્રાકૃતિક ખેતી અને યજ્ઞ જ ઉપાય
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ૧૦૮ કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ કિસાન સંમેલન કાર્યક્રમ આઝાદ મેદાન સંતરામપુર, મહિસાગર ખાતે યોજાયો
ગોધરા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરી જણાવ્યું હતું કે, વૈદ મનુષ્યની નહીં ઈશ્વરની રચના છે, ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદો જ્ઞાનનો ભંડાર છે. ગાયત્રી મહામંત્ર આપણા વેદોનો મોટો ક્ષાર છે તથા જે મનુષ્યની બુદ્ધિ સકારાત્મક છે તે ઊંચાઈએ જાય છે. વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, યજ્ઞથી શ્રેષ્ઠ બીજું કોઈ કાર્ય નથી,યજ્ઞ કરતી વખતે ઘી,અગ્નિ,જળ,હવન કુંડ વગેરે સામગ્રી જાેઈએ છે આમાંથી જાે કોઈ એક વસ્તુ ના હોઈ તો યજ્ઞ શક્ય નથી યજ્ઞ દરેક વસ્તુના સંગઠીકરણથી થાય છે તેવી જ રીતે મનુષ્યને પરિવારને કે સમાજને સફળ થવા માટે રાષ્ટ્રને ઉન્નતિમાં લઈ જવા માટે એકત્રિત થવું પડશે. રાજ્યપાલ શ્રીએ યજ્ઞનું મહત્વ જણાવતા કહ્યું કે, પર્યાવરણ સુદ્ધિનું કામ માત્ર યજ્ઞ દ્વારા થઈ શકે.
રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવે છે કે, હું પણ ખેડૂત છું, હું હળ ચલાવું છું, પહેલા હું રાસાયણિક ખેતી કરતો જેમાં હું યુરિયા,ડીએપી,કિટનાશક વગેરે ઉપયોગમાં લેતો બાદમાં જે ઝેર નાખવાથી સાપ પણ મરી જાય એ ઝેર વાળું અનાજ મારી પાસે ભણતા બાળક ખાઈ તો શુ થાય તેવો વિચાર આવતા મેં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું.
દરેક લોકોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જાેઈએ .દેશી ગાયનું ગોબર અને ગૌ મૂત્ર ખેતી માટે મહત્વનું છે.જાે પ્રકૃતિ જાે જંગલને બધું આપે તો તે નિયમ ખેતરને પણ લાગું પડવો જાેઈએ.ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધશે અને તાપમાન વધવાથી બર્ફીલો પહાડ ઓગળવા લાગશે જેનાથી ભારતના અનેક શહેરો ડૂબશે, જાે આ ન થવા દેવું હોય અને પર્યાવરણને બચાવવું હોઈ તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે.
વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે અઢી લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.ડાંગ ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે.પહેલાના સમયમાં ડાયાબિટીસ,કેન્સર,હાર્ટ અટેક જેવી બીમારીઓ ન હતી જે આ રાસાયણિક ખેતીની દેન છે, આમ પર્યાવરણના રક્ષણ અને મનુષ્ના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ અગત્યની છે.
આ કાર્યક્મમાં કલેકટર મહિસાગર, જિલ્લા વિકાસ અધિકારી મહિસાગર તથા અન્ય અધિકારીઓ, સાધુ સંતો અને બહોળી સંખ્યામાં મહિસાગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.