બનાસકાંઠા મર્કેન્ટાઈલ બેંકના નવીન ચેરમેનનું સન્માન કરાયું
(પ્રતિનિધિ)પાલનપુર પાલનપુર ચોકસી એસોસીએશન દ્વારા ગતરોજ બનાસકાંઠા મર્કેન્ટાઈલ બેંકના નવીન ચેરમેન મૂળચંદભાઈ જેઠાભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.
ગતરોજ બનાસકાંઠા મર્કેન્ટાઈલ બેંક ના નવીન ચેરમેનની વરણી કરવામાં આવી હતી.
જેમાં પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિયેશન ના સભ્ય મૂળચંદભાઈ જેઠાભાઈ પટેલ ની બેન્કના ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા આજરોજ પાલનપુર ચોકસી એસોસીએશન દ્વારા મૂળચંદભાઈને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચોક્સી એસોસિયેશનના પ્રમુખ ભગવાનભાઈ સોની ,મંત્રી રાજુભાઈ પટેલ, સુરેશભાઈ શાહ, મુકેશભાઈ મોદી,આશિષભાઈ સોની, ગીરીશભાઈ સોની,શૈલેષભાઈ સોની,મન અગ્રવાલ સહિત એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.