850 કરોડની કાનુની નોટીસ મળી નવજોત સિધ્ધુ અને તેની પત્નિને
છત્તીસગઢ સીવીલ સોસાયટી દ્વારા નવજોત સિધ્ધુ અને તેમના પત્નીને એલોપથી ઉપચાર વગર ફકત ડાયેટ પ્લાન અને લાઈફસ્ટાઈલ બદલી કેન્સરમુકત થયાનું સાબીત કરવા પડકાર-કેન્સર ઈલાજ મુદે નવજોત સિધ્ધુના દાવા પર રૂ.૮પ૦ કરોડની કાનુની નોટીસ
(એજન્સી)નવીદિલ્હી, પૂર્વ ક્રિકેટર અને કોગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુના પત્નીનું કેન્સર આર્યુવેદીક ઈલાજથી મટયું હોવાનો દાવો કર્યા બાદ હવે તેમની સામે રૂ.૮પ૦ કરોડનો દાવો માંડવામાં આવ્યો છે. Navjot Singh Sidhu, Wife Face Rs 850 Crore Notice Over Cancer Cure Claims
સિદ્ધુએ એવું જણાવ્યું હતું કે, એલોપેથીની દવાઓ વગર ફકત ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં પરીવર્તન લાવીને તેની પત્નીએ કેન્સરને મહાત કર્યું છે. સિદ્ધુએ આ અંગે તેના પત્નીનો ડાયેટ પ્લાન પણ સોશીયલ મીડીયામાં મુકયો હતો અને કેન્સરગ્રસ્ત લોકોને તે અપનાવવા સલાહ આપી હતી જો કે, કેન્સર જેવી જીવલેણ બિમારી આ પ્રકારે દવા વગર અને ફકત ડાયેટ પ્લાનથી દુર થઈ શકે તે અંગે વિવાદ સર્જાયો હતો.અને હવે છત્તીસગઢ સીવીલ સોસાયટીએ સિદ્ધુ દંપતીને કાનુની નોટીસ પાઠવી છે.
અને તેનું કેન્સર એલોપેથીની દવા વગર ફકત લાઈફસ્ટાઈલ અને ડાયેટ પ્લાન તેમજ આર્યુવેદીક જેવા ઘરેલું ઉપચારથી મટયુ હોવાનું સાબીત કરતા દસ્તાવેજો સાત દિવસમાં રજુ કરવા માંગણી કરી છે. જોકે સિદ્ધુ તે રજુ ન કરી શકે તો તેણે માફી માંગવાની રહેશે અથવા તા.રૂ.૮પ૦ કરોડની રકમ સીવીલ સોસાયટીને ચુકવવાના રહેશે. સીવીલ સોસાયટીએ કહયું છે કે, આ રીતેકેન્સરના દર્દીઓને ભ્રમીત કરવાનો પ્રયાસ છે.
આ સોસાયટીના સંયોજક ડો.કુલદીપ સોલંકીએ પાઠવેલી નોટીસમાં કૌર સિદ્ધુએ સ્પષ્ટતા કરવા જણાવયું છે કે શું તેઓ પણ તેમના પતીના દાવાથી સંમત છો અને શું તમને એવું લાગે છે. કે તમા એેકેન્સર માટે વિવિધ હોસ્પિટલોમાં જે એલોપથીનો ઈલાજ કરાવ્યો હતો તેનાથી કોઈ લાભ થયો નથી.