નવરાત્રીનો ઉત્સાહઃ વાદ્ય રિપેરિંગ તેમજ ખરીદીમા તેજી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રિને આડે ગણતરીના દિવસ બાકી છે.ત્યારે તબલા,ઢોલ અને હાર્મોનિયમ વિગેરે વાંજીત્રોના રિપેરીંગ અને ખરીદીમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.તેથી વિક્રેતાઓના ચહેરા પર ખુશી જાેવા મળી રહી છે.
કોરોનાના કારણે બે વર્ષ બંધ રહેલા નવરાત્રી ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ આ વર્ષે બેવડાયો છે.ભરૂચ શહેર જીમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઈ રહ્યા છે.ખેલૈયાની તાલને નવો જાેમ પૂરો પડતા તબલા, ઢોલ અને હાર્મોનિયમ સહિતના વાંજીત્રોના બજારમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
વડીલો પાર્જીત રીતે વાંજીત્રો બનાવતા અને રિપેર કરતા ભરૂચના માર્ગેશ છત્રીવાલાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં પડી ભાંગેલા વાંજીત્ર બજારમાં જવો દોરી સંચાર પૂર્યો છે.કલાકારોમા પણ અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
કોરોનાના કપરા બે વર્ષ બાદ આ વર્ષે તમામ તહેવારોની ઉજવણીમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.ત્યારે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા નવરાત્રીની વર્ષે પુનઃ અસલ રંગત જામી રહી છે તેમ કહી શકાય.