નડિયાદમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય પંકજભાઈએ આરતી ઉતારી
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પ્રથમ નોરતે યુવા ધનમાં ભારે થનગનાટ જોવા મળતો હતો શેરી ગરબા ની સાથે પાર્ટી પ્લોટ ના ગરબા એ જમાવટમાં કરી હતી.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં નવરાત્રીના પ્રથમ નોરતે જ ગરબા રસીયાઓ મન મુકી ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. માતાજીની ભક્તિ અને આરાધનામાં ગરબા રસીયાઓ લીન બન્યા છે. યુવક, યુવતીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈ પ્રથમ નોરતે જ ગરબે ઘૂમ્યા છે. નડિયાદમાં બે મોટી જગ્યાએ કોમર્સિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
પીપલગ રોડ પર આવેલ નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ખાતે આ મોટા ગરબા થઈ રહ્યા છે. પ્રથમ દિવસે સંતરામ મંદિરના સંત શ્રી સત્યદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઇન્ડિયન ક્રિકેટ ટીમના સુપ્રસિદ્ધ ક્રિકેટર અને નડિયાદ નું ગૌરવ અક્ષર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, સુપ્રસિદ્ધ ક્રિકેટર રીપલ પટેલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન,
કારોબારી ચેરમેન પરીનભાઈ, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ સહિત સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ,આયોજક મિત્રો પ્રજ્ઞેશભાઈ પટેલ, નંદન પટેલ, પરાગ દેસાઈ, વિકાસ શાહ, વંદન પટેલ, હેમાંગ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
નડિયાદની સાથે સાથે આસપાસના ગામોમાં તેમજ અંબા માતાજીના મંદિરોમાં પણ ગરબાની રમઝટ પહેલા નોરતેથી જ જામી હતી. પારંપારિક રીતે ગરબાની રમઝટ ગામડાઓમાં હોય ત્યાં પણ મોડી રાત્રે ધાર્મિક વાતાવરણ રચાયું છે. આ સિવાય ઠાસરા, કઠલાલ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ, માતર, વસો સહિતના તાલુકા વિસ્તારોમાં પ્રથમ નોરતે થી જ ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટમાં જોડાયા હતા