Western Times News

Gujarati News

ગરબા આયોજકોની બેદરકારી જણાશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે

પ્રતિકાત્મક

થર્મોકોલ સિન્થેટિક કાપડ સહિતની જે પણ જ્વલનશીલ વસ્તુઓ છે તે વાપરવાની રહેશે નહીં.

નવરાત્રીમાં આ વર્ષે જો ભીડભાડ કે ધક્કા-મુક્કી થશે તો આયોજકોની મુશ્કેલી વધશે

નવરાત્રીને મોંઘવારી નડશે? ગરબાના ફ્રી પાસ આપવાનો આયોજકોનો સાફ નનૈયો-નવરાત્રીના નવ દિવસના પાસનું પેકેજ 35 હજાર સુધી પહોંચ્યું

અમદાવાદ, શહેરમાં નવરાત્રી મહોત્સવ માટે ગરબા આયોજકો તડામાર તૈયારી કરી રહ્યા છે કારણ કે, નવરાત્રી મહોત્સવ આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરના ખેલૈયાઓને આ વખતે ગરબા રમવા મોંઘા પડશે

કારણ કે, આયોજકોને આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન ફાયર સેફટીથી લઈને અનેક કાયદાનું કડક પાલન કરવું પડશે એટલું જ નહીં વરસાદની શક્યતાઓને ધ્યાને લઈને વોટરપ્રૂફ ડોમ પણ બનાવવા પડશે.

આ બધાનો સરવાળો કન્યામની કેડ પરનો ભાર વધારશે એટલે કે આ વર્ષે ગરબાના પાસ ગત વર્ષની સરખામણીએ બમણા રહેશે. છતાં ગરબાપ્રેમીઓ ઉત્સાહપૂર્વક પાસ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. જો કે, કેટલાક ખેલૈયાઓ ફ્રી પાસ મેળવવા એડી ચોટીની લાગવગ અને દૂર દૂરની ઓળખાણો કાઢીને પાસ માંગી રહ્યા છે. આયોજકોનો સ્પષ્ટ નનૈયો છે કે આ વર્ષે ઉત્સવ મોંઘો પડી રહ્યો છે. મહેરબાની કરીને ફ્રી પાસ માંગીને અમને શરમાવશો નહીં.

આ વર્ષે ધક્કા મુક્કીની દુર્ઘટના ન થાય તે માટે અલગ અલગ પ્રવેશ એટલે કે એન્ટ્રી અને એÂક્ઝટ ગેટ તથા હવા ઉજાસવાળા પેસેજ બનાવવા સાથે પા‹કગની પૂરતી વ્યવસ્થા તથા ગરબા ગ્રાઉન્ડની અંદર તથા બહાર સીસીટીવીથી નજર રાખવામાં આવે એ સહિતના નિયમો બનાવાયા છ.

આ ઉપરાંત ગરબામાં હજારો-લાખો લોકોની ભીડ થતી હોય છે. જેમકાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભીડને બહાર નીકળવા માટે ધક્કમૂક્કીની દુર્ઘટના ન થાય અહને લોકોના જીવ જોખમાય નહીં તે માટે અલગ અલગ પ્રવેશ નિકાસ માટે જણાવાયું છે.

રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી માટેના કાયદા સખ્ત કરવામાં આવ્યા છે તે મુજબ હવેથી નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલાડીઓ માટે વ્યક્તિ દીઠ થોડી જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવાની રહેશે. આવા અનેક નિયમોના પગલે નવરાત્રી આયોજકોને આ ઉત્સવ મોંઘો પડશે.

જે ખેલૈયાના ખિસ્સા પર ભાર બનીને આવશે કારણ કે આવા તમામ ખર્ચની ગણતરી કરતા પાસ મોંઘા થયા છે. સાવ સામાન્ય સ્થળે પણ એન્ટ્રી ખૂબ મોંઘી હશે. આમ આ વર્ષે નવરાત્રીના નવ દિવસનું પાસનું પેકેજ રૂ.૩પ૦૦૦ સુધી પહોચ્યું છે. નવરાત્રી આયોજકો માટે અનેક નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે કે નહીં ? તે માટે દરેક ગરબા ડોમ અને આયોજનમાં ફાયર વિભાગના અધિકારીઓની ટીમ તૈનાત રહેશે.

જો તેઓને બેદરકારી જણાશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે. થર્મોકોલ સિન્થેટિક કાપડ સહિતની જે પણ જ્વલનશીલ વસ્તુઓ છે તે વાપરવાની રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

1 thought on “ગરબા આયોજકોની બેદરકારી જણાશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.