Western Times News

Gujarati News

માટીની માટલીને રંગ રોગાન સાથે આખરી ઓપ આપવામાં વ્યસ્ત પ્રજાપતિ પરિવાર

માં જગદંબાની આરાધનાના પર્વને લઈને તૈયારીઓ પૂરજોશમાં 

(પ્રતિનિધિ) ભરૂચ, આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેના પગલે ભરૂચમાં આસો નવરાત્રી કુંભારો માટે પણ રોજગારી રૂપી બની રહેતો હોય છે અને માટીની માટલીને રંગ રોગાન સાથે શણગાર કરી ભક્તોને પુરી પાડતા હોય અને ભક્તો આસો નવરાત્રીમાં ગરબો મૂકી ૯ દિવસ માતાજીની ભક્તિમાં લીન બની આસો નવરાત્રીની ઉજવણી કરવા મગ્ન બનતા હોય છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર કુંભારીયા ઢોળાવ આવેલો છે અને આ વિસ્તારમાં વર્ષો પહેલા કુંભારો વસવાટ કરતા અને માટીની માટલીઓ,કોડીયા સહિત માટી માંથી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી કુંભારનો વેપાર કરતા અને એટલા જ માટે આ વિસ્તરનું નામ કુંભારીયા ઢોળાવ પડયું અને હજુ પણ આ વિસ્તારમાં ઘણા કુંભારો પોતાનો વ્યવસાય પેઢીઓથી યથાવત રાખ્યો છે.

ત્યારે મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો છે.ત્યારે આસો નવરાત્રીમાં સ્થાનિક રહીશો સાથે ઘણા ભક્તો આસો નવરાત્રીમાં પોતાના ઘરે માં જગદંબાની આરાધના કરવા માટે ગરબો મુકતા હોય છે જેમાં માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોડીયું અને આજ ગરબા રૂપી માટલીને માથે મૂકી જગદંબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકી ગરબે ધુમતા હોય છે

જેના ભાગરૂપે મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર અવનવી ગરબા રૂપી માટલીઓને શણગાર કરવા સાથે આખરી ઓપ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે માં જગદંબાની આરાધના કરવા માટે ભરૂચ જીલ્લામાં શેરી ગરબા સહિત વિવિધ ગરબાના આયોજનો થતા હોય છે.જેના ભાગરૂપે માં જગદંબાની આરાધના માટે માતાજીની સ્થાપના કરવામાં આવે છે

અને મૂર્તિકારોએ પણ માં જગદંબાની પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે.માં જગદંબાની અવનવા સ્વરૂપ વાળી પ્રતિમાઓ પણ આયોજકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.ભરૂચમાં માં જગદંબાની આરાધના કરવા માટે ભક્તો ૯ દિવસ માતાજીની ભક્તિમાં લીન બની ભક્તિમાં જોતરાઈ જનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.