નવરાત્રિનાં પર્વ દરમ્યાન નાગરીકોને સ્વચ્છતા અને સેનીટેશનના સંદેશા આપવામાં આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Safai-AMC2-1024x563.jpg)
File
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર સ્વચ્છતામાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી રહેલ છે જે માટે સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરનો ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે મારું શહેર, મારું ગૌરવ અભિયાન હેઠળ તેમજ તાજેતરમાં મહાત્મા ગાંધીજીની ૧૫૫ મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે “સ્વચ્છ ભારત દિવસ” હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૪ સુધીનાં ૧૫ દિવસ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં જનભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા અંગે જાગૃતિ. સ્વચ્છતાનાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત નાગરિકોની સહભાગીદારી અને ભાગીદારોની ગતિશીલતા જેવી પ્રવૃતિઓ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવેલ
જેમાં મોટી સંખ્યામાં નાગરીકો, વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., સંગઠનો, શાળાનાં બાળકો અને બ્રાન્ડ એમ્બેસેડરો, ધાર્મિક આગેવાનો, સેલ્ફ હેલ્પ ગ્રૂપ, વિદ્યાર્થીઓ, માર્કેટ એસોસિએશનો સહિત બહોળા પ્રમાણમાં લોકભાગીદારી કરી હતી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી શહેરને સ્વચ્છ રાખવા સારું પોતાની પ્રતિબધ્ધતા દર્શાવતા ૭૦,૦૦૦ કી.ગ્રા થી વધારે કચરાનો નિકાલ કર્યો હતો..
અમદાવાદ શહેરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે છેલ્લાં ૦૬ દિવસ દરમ્યાન સામૂહિક ગરબા આયોજિત થતાં હોય તેવી સોસાયટીઓ, પાર્ટી -પ્લોટ, ખુલ્લાં પ્લોટ જેવા લોકેશનો જેવા કે કર્ણાવતી ક્લબ, બ્લૂ લગુન, આર.એમ.પટેલ ક્લબ તેમજ ધના સુથારની પોળ, ગોલવાડ, બ્રહ્મપુરી પોળ, વાડીગામ તેમજ શક્તિધારા સોસાયટી, લક્ષ્મી વિલા ૨, કર્ણાવતી – ૩ જેવી સોસાયટીઓ તથા ભદ્રકાળી મંદિર સહિત
૪૪ જેટલા લોકેશનો ઉપર ગરબામાં ઝૂમતાં નાગરીકોને સ્વચ્છતા અને તેઓના ઘરોમાં ઉત્પન્ન થતાં કચરાને સૂકા અને ભીના મુજબ અલગ- અલગ સેગ્રીગેશન કરી ડોર ટુ ડોર વાહનમાં જ આપવા માટેના સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવેલ તેમજ પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટીક આઇટમો અને કેરી બેગ—ઝભલાનો ઉપયોગ ન કરવા તથા કાપડની થેલી વાપરવા માટે નવીન પ્રકારે સ્વચ્છતા મેસ્કોટ, કાર્ટૂન કેરેક્ટર અને ભૂત ટોળી મારફતે જન-જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.