પ્રસિદ્ધિની હોડમાં નવસારીના 4 યુ-ટ્યુબર ખોટા ફસાયાંઃ બે નો આપઘાત
૪ યુ-ટ્યુબરને મુંબઈમાં પોર્નસ્ટાર બનાવતા બે યુવાનનો આપઘાત -મૂળ સુરતના યુવાનો સાથે છેતરપિંડી, પ લાખની ખંડણી માંગી
નવસારી, હાલમાં યુવાનો સોશિયલ મીડિયામાં ગીતો મૂકી પ્રસિદ્ધ થવાની જાણે હોડ લાગી છે. હજારો લાઈક આવ્યા બાદ પોતે હીરો થઈ ગયા હોય એવી લાગણી મનમાં છવાય છે. મુંબઈમાં ટેલી ફિલ્મ બનાવવા અને પ્રસિદ્ધ થવાની લાલચે દક્ષિણ ગુજરાતના ચાર યુવાનને આપતા મુંબઈ ગયા હતા.
જ્યાં યુવાનો પાસે પોર્ન ફિલ્મનું શુટિંગ કરાવ્યું અને ત્યારબાદ મુંબઈના પોર્ન ફિલ્મ બનાવનારાઓએ તમારી ફિલ્મ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપતા બે યુવાને જીવન ટૂંકાવ્યું હતું. તો બે યવાનોએ લડત આપવા એડવોકેટનો સંપર્ક સાધ્યો અને મુંબઈ કમિશનરને અરજી આપી હોવાની માહિતી મળી છે.
મૂળ સુરતના ચાર યુવાનો તેમના મિત્રો સાથે ખાન્દેશી ભાષામાં ગીતો બનાવી ટુ-ટયુબ ઉપર મૂકતા હતા અને તેમના ફોલોઅરની સંખ્યા પણ વધુ હતી. ચારેય યુવાનો નવસારીમાં પણ આવતા જતા હતા.
ચારેય મરાઠી સમાજના યુવાનો હતા. તેમને બે માસ પહેલાં મુંબઈના કહેવાતા ટેલી ફિલ્મના નિર્માતાનો ફોન આવ્યો અને તેમને પ્રસિદ્ધ કરવા જણાવતા તેઓ મુંબઈ ગયા હતા જ્યાં ટેલિ ફિલ્મના બહાને પોર્ન ફિલ્મ કરાવી હતી.