Western Times News

Gujarati News

નવસારી: બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં ૮ લોકોનાં મોત

નવસારી, નવસારીના નેશનલ હાઈવે નંબર ૪૮ પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે નંબર ૪૮ પર બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. વેસ્મા ગામ નજીક આ અકસ્માત સર્જાતા ૮ લોકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

બાદમાં બનાવની જાણ ૧૦૮ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવસારીના નેશનલ હાઈવે નંબર ૪૮ પર એક બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

બસ અને કાર વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતની ઘટના બાદ બસના ડ્રાઈવરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી અને એ સમયે ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

બસની ભયંકર ટક્કર કારને વાગતા એમાં સવાર આઠ લોકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. તો અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. બનાવના પગલે ૧૦૮ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

બાદમાં પોલીસે મૃતદેહો કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ કારમાં સવાર તમામ લોકો વલસાડથી અંકલેશ્વર જઈ રહ્યા હતા અને એ સમયે જ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ કારમાં સવાર આઠ લોકોનાં કરુણ મોત થતા તેમના પરિવારમાં શોક છવાયો હતો. તો અકસ્માતના પગલે બસમાં સવાર ૧૫ જેટલાં લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.