Western Times News

Gujarati News

ઘરમાં આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરી એલોપેથિક સારવાર કરતા સંચાલકની ધરપકડ

ગુજરાત મેડિકલ કાઉન્સિલના  (GMC) રજિસ્ટ્રેશન વગર આયુર્વેદિક પંચકર્મની આડમાં પણ બીમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની એલોપેથિક સારવાર કરી દવા-ઈન્જેકશન અને ઓપરેશનો કરી રહ્યો હતો

નવસારીનાં સાતેમમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો -ઘરમાં જ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી: કુલ રૂ.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

નવસારી, નવસારી તાલુકાના સાતેમ ગામમાં આયુર્વેદિક પંચકર્મ સારવારની આડમાં મેડિકલ કાઉÂન્સલના રજિસ્ટ્રેશન વગર ચાલતી બોગસ હોસ્પિટલ પર નવસારી એસઓજી પોલીસે છાપો મારી તેના સંચાલકની ધરપકડ કરી હતી.

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ દ્વારા હાલ બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી ૯ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છ.

એસઓજી પોલીસના પીઆઈ પી.એ.આર્ય દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ દરમિયાન માહિતી મળી હતી કે, નવસારીના સાતેમ ગામના હનુમાન ફળિયામાં શિવ આયુર્વેદિક હોસ્પિટલનો સંચાલક નટવરગીરી ગૌસ્વામી તેની એલોપેથિક તબીબ તરીકેની લાયકાત નહીં હોવા છતાં ગુજરાત મેડિકલ કાઉÂન્સલના રજિસ્ટ્રેશન વગર આયુર્વેદિક પંચકર્મની આડમાં પણ બીમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની એલોપેથિક સારવાર કરી દવા-ઈન્જેકશન અને ઓપરેશનો કરી રહ્યો છે

જેના આધારે એસઓજીની ટીમે સાતેમ ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતી શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો મારી તેના સંચાલક નટવરગિરી રેવાગિરી ગૌસ્વામી (ઉ.વ.૪૬, રહે. જૈન દેરાસર ફળિયું, સાતેમ ગામ, નવસારી મૂળ રહે. સોનપરા ગામ, તા.ઉના, જિ.જૂનાગઢ)ને ઝડપી પાડી હોસ્પિટલમાંથી એલોપેથીક સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતા મેડિકલના સાધનો અને એલોપેથિક દવાનો જથ્થો મળી રૂ.ર,૬૯,૭૧૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારીમાં અત્યાર સુધી ડિગ્રી વગરના ઝોલાછાપ તબીબો દ્વારા ચલાવવામાં આવતા દવાખાના ઝડપાયા છે. જો કે, સાતેમ ગામમાંથી બિનઅધિકૃત રીતે ચાલતી આખેઆખી હોસ્પિટલ ઝડપાઈ હતી. આ અંગે નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.